Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 26 March 2025

સેક્સ કાંડોના કારણે બદનામ નિત્યાનંદ પર બોલિવિયામાં પણ તવાઈ

સેક્સ કાંડોના કારણે બદનામ નિત્યાનંદ પર બોલિવિયામાં પણ તવાઈ
સ,સાથે સહયોગ કર્યો હોત તો ભાગવુ ના પડત રામ રહીમ આસરામ બાગેશ્વર ઉદાહરણ રૂપ છે


નિત્યાનંદના 20 જેટલા ચેલકાઓ અલગ અલગ દેશોની નાગરિકતા ધરાવે છે એમાંથી ત્રણ લોકો પાસે ભારતની નાગરિકતા પણ છે તેમને ભારત મોકલી દેવાયા છે

- નિત્યાનંદ બદનામ ઘર્મગુરૂ હતો ને ખરાબ ધંધાઓના કારણે ભારત છોડીને ભાગવું પડેલું. રંજીથા સાથેની સેક્સ સીડી ઉપરાંત બીજા પણ કેસ થયેલા. સ્વામી નિત્યાનંદ સામે 2010માં એક અમેરિકન યુવતીએ પણ બળાત્કારની ફરિયાદ કરી હતી. યુવતીનો આક્ષેપ હતો કે, નિત્યાનંદે પાંચ વર્ષમાં તેની પર અમેરિકા અને ભારતમાં વારંવાર પરાણે સેક્સ સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં નિત્યાનંદે જેલમાં જવું પડયું હતું. નિત્યાનંદ સામે તેમની બીજી એક અનુયાયીએ પણ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. બીજી એક અનુયાયી યુવતી સાથે નિત્યાનંદ કામક્રિડામાં મગ્ન હતા ત્યારે તેનો પતિ આવી જતાં ભારે ભવાડા થયા હતા. યુવતીને પતિએ તેની પત્ની અને સ્વામી સામે વ્યભિચારનો કેસ ઠોકી દીધો હતો.

સેક્સ કાંડ અને બળાત્કારના કેસોના કારણે વગોવાઈને ભારતથી ભાગી જનારા સ્વામી નિત્યાનંદ ફરી વિવાદમાં છે. ભારતથી ભાગેલા નિત્યાનંદે 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસ'  નામના કહેવાતા સ્વાયત્ત દેશની સ્થાપના કરી હતી. નિત્યાનંદે બોલિવિયાના એમેઝોન રેઈનફોરેસ્ટની મૂળ પ્રજા એવા આદિવાસીઓ સાથે લગભગ ૪.૮ લાખ હેક્ટર જમીન ભાડાપટ્ટે લેવા માટે લીઝ કરાર કર્યા હતા. બોલિવિયાએ આ કરારને જમીન કૌભાંડ ગણાવીને નિત્યાનંદના 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસ'ના ૨૦ હોદ્દેદારોને બોલિવિયામાંથી તગેડી મૂક્યા છે. 

સ્વામી નિત્યાનંદનો અમદાવાદના હાથીજણમાં આવેલો આશ્રમ પણ મોટા વિવાદમાં સપડાયો હતો. આ વિવાદના કારણે નિત્યાનંદે ભારત છોડીને ભાગી જવું પડયું હતું. 

નિત્યાનંદના આશ્રમમાં રહેતી નિત્યાનંદિતા અને તત્વાપ્રિયા આનંદા નામની બે યુવતીઓના પિતા જનાર્દન  શર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની બે દીકરીઓને  નિત્યાનંદ ભોળવીને ભગાડી ગયો છે. હાથીજણ નજીક આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની સર્વાંગ્ય પીઠમ આશ્રમમાં યુવતીઓને રખાઈ હોવાના આક્ષેપ શર્માએ કર્યા હતા. અમદાવાદ પોલીસે તપાસ કરી તેમાં યુવતીઓ નહોતી મળી પણ નિત્યાનંદના ગોરખધંધાના ઘણા પુરાવા પોલીસને મળ્યા હતા. પોલીસે આશ્રમની સંચાલિકા બે યુવતીઓની ધરપકડ કરી હતી જ્યારે નિત્યાનંદ વિદેશ ભાગી ગયા હતા.

સ્વામી નિત્યાનંદ છાપેલું કાટલું છે અને પહેલાં પણ અનેક વિવાદોમાં તેમનું નામ આવેલું છે. ૨૦૧૦માં સ્વામી નિત્યાનંદની કહેવાતી એક સેક્સ સીડીનું સન ટીવીએ ટેલીકાસ્ટ કર્યું હતું. આ કથિત સીડીમાં નિત્યાનંદ રંજિથા નામની અભિનેત્રી સાથે પોતાના બેડરૂમમાં રંગરેલિયાં મનાવતા હોય અને શારીરિક સુખ માણતા હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. 

રંજિથા મલયાલમ ફિલ્મોની અભિનેત્રી હતી અને નિત્યાનંદની અનુયાયી હતી. રંજિથા અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ નિત્યાનંદના આશ્રમમાં જતી અને રાત રોકાતી તેથી બંનેના સંબંધો અંગે શંકા જતાં સ્ટિંગ ઓપરેશન કરાયેલું. નિત્યાનંદ અને રંજિથાએ આ સીડીને બનાવટી ગણાવી હતી અને ટીવી ચેનલો સામે કેસ કરી દીધો હતો.