મેજર જનરલ મોહમ્મદ હુસૈન બાઘેરી અને ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ એરોસ્પેસ ફોર્સના વડા અમીર અલી હાજીઝાદેહ મિસાઇલોનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ઈરાને તેના ભૂગર્ભ મિસાઈલ શહેરનો એક વીડિયો જાહેર કર્યો છે. આ 85 સેકન્ડના વીડિયોમાં ટનલની અંદર મિસાઇલો અને આધુનિક શસ્ત્રો દેખાય છે. આ વીડિયો એવા સમયે રિલીઝ કરવામાં આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાની ચેતવણી આપવાની સમયમર્યાદા નજીક આવી રહી છે.
અગર ઈરાન અમેરીકા પુર્ણ રૂપ નુ યુદ્ધ થાય તો જાપાન ને જે નુકસાન થયેલ તેના થી કેટલુંય વધારે નુકસાન અમેરિકા ને થશે નુકસાન બન્ને તરફ થશે પણ અમેરીકા ને વિશેષ
આ વીડિયો ઈરાનના સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આમાં ટોચના લશ્કરી કમાન્ડર મેજર જનરલ મો. હુસૈન બાઘેરી અને ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એરોસ્પેસ ફોર્સના ચીફ અમીર અલી હાજીઝાદેહનો સમાવેશ થાય છે.
મિસાઇલ સિટીના ફોટા...
ઇઝરાયલ પર હુમલામાં વપરાયેલી મિસાઇલો જોવા મળી બંને અધિકારીઓ લશ્કરી વાહનમાં સુરંગોની અંદર મુસાફરી કરી. અંદર ઈરાનની આધુનિક મિસાઇલો અને અદ્યતન શસ્ત્રો છે. ઈરાનની સૌથી ખતરનાક ખૈબર શકેન, કાદર-એચ, સેજિલ અને પાવેહ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલો પણ છે. અહેવાલો અનુસાર, આ શસ્ત્રોનો ઉપયોગ ઇઝરાયલ પર તાજેતરના હુમલામાં કરવામાં આવ્યો હતો.
આ શસ્ત્રો ખુલ્લામાં અને લાંબી ટનલ અને ગુફાઓમાં છે. તેમાં કોઈ બ્લાસ્ટ ડોર કે અલગ દિવાલ નથી. આવી સ્થિતિમાં, આ ટનલ પર હુમલો થાય તો ખતરનાક વિસ્ફોટ થવાની શક્યતા રહે છે.
ઇન્ટેલિજન્સ બેઝના ફૂટેજ અગાઉ પણ સામે આવ્યા છે નવેમ્બર 2020માં ઈરાનના ગુપ્ત બેલિસ્ટિક મિસાઈલ બેઝના ફૂટેજ પણ સામે આવ્યા હતા. આમાં, ભૂગર્ભ ટનલમાં ઓટોમેટિક રેલ નેટવર્ક દ્વારા શસ્ત્રો અને મિસાઇલોનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. ત્રણ વર્ષ પછી, 2023માં ઈરાને બીજા ભૂગર્ભ સંકુલના ફૂટેજ બહાર પાડ્યા. આ ઇમારત લડાકુ વિમાનોને રાખવા અને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી હતી.
ટ્રમ્પે ઈરાનને 2 મહિનાની રાહત આપ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અમેરિકાના નવા પરમાણુ કરારને સ્વીકારવા કહ્યું છે. આ કરારમાં, ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરવો પડશે. આ હેઠળ, તે યુરેનિયમ સંવર્ધન અને મિસાઇલ વિકાસ પણ કરી શકશે નહીં. અમેરિકાએ કહ્યું છે કે જો ઈરાન આવું નહીં કરે તો તેને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. લશ્કરી કાર્યવાહી પણ થઈ શકે છે.
ઈરાને શરૂઆતમાં આ વાતનો ઇનકાર કરતા કહ્યું હતું કે પરમાણુ કાર્યક્રમ દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તેઓ પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ કરે અને પોતાની મિસાઇલ ક્ષમતાઓ નહીં વધારે તો વિદેશી ખતરાઓ વધશે.