Tuesday, 20 May 2025

'પતિનું કામ 20 વર્ષની છોકરીઓને નેતાઓ પાસે સુવડાવાનું છે' નેતાની પત્નીનો ઘટસ્ફોટ, રાજનીતિમાં ચકચાર

'પતિનું કામ 20 વર્ષની છોકરીઓને નેતાઓ પાસે સુવડાવાનું છે' નેતાની પત્નીનો ઘટસ્ફોટ, રાજનીતિમાં ચકચાર
એક નેતાની પત્નીએ તેના પતિ પર એવો આરોપ મૂક્યો છે કે તેનું કામ 20 વર્ષની છોકરીઓને રાજકીય નેતાઓ પાસે સુવડાવાનું છે.

તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યાં છે. તમિલનાડુની એક યુવતીએ તેના પતિ પર એવો આરોપ મૂક્યો છે તેના પતિ ડીએમકે સાથે જોડાયેલો છે અને તેનું કામ 20 વર્ષની છોકરીઓને રાજકીય નેતાઓ પાસે સુવડાવવાનું છે. તેણે કહ્યું કે પતિ તેને પણ શારીરિક અને માનસિક યાતના આપી રહ્યો છે. તે પાગલ કૂતરાની જેમ મારી પાછળ પડ્યો છે.

યુવતીએ તેના પતિ પર શું આરોપ મૂક્યા

અરક્કોનમ જિલ્લાની 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થિનીએ કહ્યું કે તેના પતિએ તેને ધમકી આપી છે કે જો તે ક્યારેક પણ પોલીસમાં ફરિયાદ કરશે તો તેના ઘરમાં આગ લગાવી દેશે. "તેણે કોલેજ જતા રસ્તામાં મારા પર હુમલો કર્યો... મને ઇજા પહોંચાડી અને મારો ફોન તોડી નાખ્યો. તેનું કામ 20 વર્ષની છોકરીઓને રાજકારણીઓ સાથે સૂવા માટે ત્રાસ આપવાનું છે... તેની સામે ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે હું ફરિયાદ કરું છું ત્યારે તે મારા ટુકડા કરી નાખવાની ધમકી આપે છે. તેણે મને કારમાં ત્રાસ આપ્યો અને મને કહ્યું કે જે પુરુષો તરફ તેણે ઈશારો કર્યો હતો તેમની સાથે સૂઈ જા... હું મારું ઘર પણ છોડી શકતી નથી, આ માનસિક યાતનાને કારણે હું મારી કોલેજની પરીક્ષા પણ આપી શક્તિ નથી. યુવતીએ કહ્યું કે પતિ બધાની સામે તેની સાથે ખોટો વ્યવહાર કરે છે. તેણે ડીએમકેના વડા અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને કાર્યવાહી કરવા હાકલ કરી છે નહીંતર આત્મહત્યાની ધમકી આપી છે.

ઘણા પુરુષો સાથે સુવા માટે દબાણ

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિએ તેને ઘણા પુરુષો સાથે પરિચય કરાવ્યો હતો, અને તેણે ધાર્યું હતું કે તેને સેક્સ માટે બીજા પુરુષો પાસે મોકલવામાં આવશે. તેણે કહ્યું કે તે મને પણ ટોર્ચર કરે છે.

પોલીસે શું કહ્યું

પોલીસે આખરે તેની ફરિયાદ નોંધી, ત્યારે મહિલાએ તેના પતિ અને તમિલનાડુના શાળા શિક્ષણ મંત્રી, અનબિલ મહેશ પોય્યામોઝી વચ્ચેના સંબંધોનો પણ દાવો કર્યો. પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે જાતીય હુમલો કરવાના કોઈ પુરાવા હાલમાં નથી. પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.