Sunday, 6 April 2025

રામનવમી નિમિતે આશુતોષ અન્નક્ષેત્ર તળાજા માં ગરીબ નિરાધાર ને મિષ્ટાન ભોજન આપેલ છે

રામનવમી નિમિતે આશુતોષ અન્નક્ષેત્ર તળાજા માં ગરીબ નિરાધાર ને મિષ્ટાન ભોજન આપેલ છે
*રામનવમી નિમિતે આશુતોષ અન્નક્ષેત્ર તળાજા માં ગરીબ નિરાધાર ને મિષ્ટાન ભોજન આપેલ છે* 
તળાજા માં છેલ્લા કેટલાય વર્ષ થી ભારદ્વાજબાપુ પ્રેરિત આશુતોષ અન્નક્ષેત્ર નિયમિત 
જરૂરિયાત ને એક પણ દિવસ ચૂક્યા વગર અન્નદાન તેમજ 
જીવન જરૂરી વસ્તુ તેમજ અભ્યાસ લક્ષી વસ્તુ આપે છે આજે તળાજા ના એન.ડી.પટેલ અને હરેશભાઈ પટેલ તેમના માતા- પિતા સ્મરણાર્થે શ્રીખંડ પૂરી તેમજ અન્ય કેટલીય વસ્તુ ઝુપડપટ્ટી તેમજ અન્ય નિરાધાર ને તેમના તરફથી આપેલ છે ગયા વર્ષે પણ ભારદ્વાજબાપુ દ્વારા ભગવાન રામ ના પ્રશ્ન પૂછી હજારો ના ઇનામ આપ્યા હતા અને છેલ્લે સોના નું પેડલ આપ્યું હતું ભારદ્વાજબાપુ ના પિતાજી 
ગિરિવરબાપુ નું સૂત્ર હતું કે ભજન કરો અને ભોજન કરાવવો એજ સાચું મનુષ્ય જીવન અને ભારદ્વાજ બાપુ એ સૂત્ર ને મંત્ર બનાવી દીધો 
અને રોજ નિરાધાર ને ભોજન કરાવે છે.