Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 6 April 2025

શિક્ષક ભણાવતી વખતે બ્રાની પટ્ટી ખેંચતો, પછી મારા બ્રેસ્ટ પર મારતો, TMKOCના બબિતાજીનો ખુલાસો

શિક્ષક ભણાવતી વખતે બ્રાની પટ્ટી ખેંચતો, પછી મારા બ્રેસ્ટ પર મારતો, TMKOCના બબિતાજીનો ખુલાસો
મુનમુન દત્તાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેને જણાવ્યું કે એક સમયમાં તે પુરુષોથી નફરત કરવા લાગી હતી.

એક ઇન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ ખુલાસો કર્યો હતો કે તેની સાથે બાળપણમાં ઘણી વાર હરેસમેન્ટની ઘટના બની છે. આ ઘટનાઓએ મુનમુન દત્તાને ખૂબ પરેશાન કરી હતી.

અભિનેત્રીએ જણાવ્યું કે, પડોસમાં કાકા મને ખરાબ નજરે જોતાં હતા. તે મને પકડી લેતા હતા. ધમકી આપતા હતા કે હું કોઈને કશું ન કહું. તેમનાથી મને ખૂબ ડર લાગતો હતો.

મુનમુન દત્તાએ વધુમાં જણાવ્યું, તે વ્યક્તિએ મારો ઉછેર થતા જોયો છે પરંતુ તેની નજર ખરાબ હતી. તેની નજરે હું મોટી થઈ રહી હતી, મારી અંદર બદલાવ થઈ રહ્યા હતા.

મુનમુન દત્તાએ વધુમાં કહ્યું, હું જે ટીચર પાસે ટ્યુશન લેતી હતી તેને મારા અંડરગારમેન્ટમાં હાથ નાખી દીધો હતો. આ ઘટનાએ મારી દશા ખરાબ કરી દીધી હતી.

અભિનેત્રીએ ખુલાસો કર્યો, હું જે ટીચરને રાખડી બાંધતી હતી તે મારી બ્રા સ્ટ્રેપ ખેંચતો હતો. ભણાવતા સમયે તે મારી બ્રેસ્ટ પર થપ્પડ મારતો હતો.

મુનમુન દત્તાએ જણાવ્યું કે, આ બધી ઘટના છે જેની મારા મગજ પર ખૂબ ખરાબ અસર પડી હતી. એક સમય એવો આવ્યો કે મને પુરુષોથી જ નફરત થવા લાગી.

મુનમુન દત્તાએ માન્યુ કે જો આજના સમયમાં કોઈ મારી સાથે આવી  હરકત કરે તો હું તેને ચીરીને મૂકી દવ. અત્યારે બધું બદલાઈ ગયું છે.