Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 3 April 2025

વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર્સ તહેનાત

વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર્સ તહેનાત
લોકસભામાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill 2025)ને મંજૂરી મળ્યા બાદ ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે નોઈડા પોલીસે જિલ્લાની 241 મસ્જિદોના ઈમામોને નોટિસ મોકલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નોઈડામાં કોઈ અનિચ્છની ઘટના ન બને તે હેતુસર પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે ગુરુવારે જિલ્લાની તમામ મસ્જિદોના ઈમામ અને કમિટિના લોકો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પોલીસે 28 સંવોદનશીલ વિસ્તારોમાં પણ વિશેષ નજર રાખી રહી છે.

નોઈડા પોલીસે આજે (3 એપ્રિલ) 28 સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા કૂચ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો તહેનાત કરી દેવાયો છે. આ ઉપરાંત ગુપ્તચર એજન્સીને પણ એલર્ટ રહેવાનો આદેશ અપાયો છે. નોઈડા અને ગ્રેટર નોઈડાના ખુણેખાંચરે સુરક્ષા વધારી દેવાઈ છે. પોલીસ ફોર્સમાં રજાઓ પણ રદ કરી દેવાઈ છે. કોઈપણ લોકો રસ્તા પર વિરોધ કરવા ન ઉતરે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે નોઈડાની લગભગ તમામ મસ્જિદોને નોટિસ મોકલાઈ છે. આ નોટિસ મસ્જિદના ઈમામો અથવા કમિટીને આપવામાં આવી છે.

50,000 બોન્ડ ભરાવાયા

નોઈડા ડીસીપી રામ બદન સિંહે કહ્યું કે, ‘સાવચેતીની ભાગરૂપે નોટિસો મોકલવામાં આવી છે. તેમની પાસેથી 50 હજારના બોન્ડ ભરાવવામાં આવી રહ્યા છે. તમામ મસ્જિદોને નોટિસ મોકલવામાં આવી રહી છે. મસ્જિદોના કર્તાહર્તા અને ઈમામના નામે નોટિસ મોકલાઈ રહી છે. નોઈડાના કાર્યપાલક મજિસ્ટ્રેટે જારી કરેલ નોટિસમાં કહેવાયું છે કે, ‘શાંતિ ભંગ થવાની પ્રબળ સંભાવના છે. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 130 હેઠળ નોટિસ મોકલવામાં આવી છે.’