Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 7 April 2025

ઘરમાં રાખેલા ACના બાટલા ફાટ્યા, માતા-પુત્રના મોત:રહેણાંક મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો, સોસાયટીએ એક વર્ષ પહેલા જ જોખમ સામે ધ્યાન દોર્યું હતું

ઘરમાં રાખેલા ACના બાટલા ફાટ્યા, માતા-પુત્રના મોત:રહેણાંક મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો, સોસાયટીએ એક વર્ષ પહેલા જ જોખમ સામે ધ્યાન દોર્યું હતું
અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં રહેણાંક મકાનમાં રાખેલી ACની ગેસની બોટલોમાં આગ લાગતા નાસભાગ મચી હતી.મકાનમાં મોટા પ્રમાણમાં ACના ગેસના બાટલા હોય એક બાદ એક બ્લાસ્ટ થતા ભયનો માહોલ છવાયો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ અને આસપાસના અન્ય મકાનો અને પાર્ક કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા હતા. અમદાવાદના અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગના બનાવમાં માતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બંનેના મોત નિપજ્યા છે. પોલીસે પણ ઘટનાસ્થળ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આગની ઘટનામાં મકાન માલિક અને AMCની બેદરકારી પણ સામે આવી છે. જ્ઞાનદા સોસાયટીના હોદેદારોએ એક વર્ષ પહેલા જ રહેણાંક મકાનનો જે રીતે ઉપયોગ થતો હતો તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને મકાન માલિકને નોટિસ આપી હતી. જે તે સમયે AMCને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
માતા-પુત્રના મોત નિપજ્યા જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના મકાનમાં એસીના ગેસના નાના બાટલાઓ રાખવામાં આવ્યા હતા. જેમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા એક બાદ એક બાટલાઓ ફાટ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ આગ વિકરાળ બની હતી. આ સમયે ઘરમાં હાજર માતા સરસ્વતી બેન અને પુત્ર સૌમ્ય ગંભીર રીતે ઘાયલ થતા મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ACની ગેસની બોટલો ઉડતા આરપાસના મકાનોના કાચ તૂટ્યા જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના એક ઘરમાં મોટા પ્રમાણમાં રાખવામાં આવેલી એસી અને એસીના ગેસની બોટલોમાં આગ ફાટી નીકળતા ગેસની બોટલો હવામાં ઉડી હતી અને આસપાસના મકાનોની બારી પર અથડાતા કાચ તૂટ્યા હતા.