Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 30 May 2025

દરિયામાં તરતું બિનવારસી બાર્જ મહુવા પહોંચ્યું:નિકોલ કિનારે મળ્યું મુંબઈનું રુદ્ર-1 નંબરનું થાપડું; સુરક્ષા એજન્સી પર સવાલ, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી

દરિયામાં તરતું બિનવારસી બાર્જ મહુવા પહોંચ્યું:નિકોલ કિનારે મળ્યું મુંબઈનું રુદ્ર-1 નંબરનું થાપડું; સુરક્ષા એજન્સી પર સવાલ, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી
મહુવાના નિકોલ દરિયા કિનારે એક બિનવારસી બાર્જ (થાપડું) મળી આવ્યું છે. આ બાર્જ લાઈટ હાઉસ નજીકથી દરિયામાં પસાર થઈને નિકોલના દરિયા કિનારે આવી પહોંચ્યું હતું.

સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, આ માલવાહક બાર્જનો ઉપયોગ દરિયાના પેટાળમાંથી રેતી કાઢવા માટે થાય છે. વળી, મોટી વસ્તુઓને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા માટે બોટની પાછળ બાંધીને પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાર્જને થાપડું અથવા પોન્ટૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેશ સુરક્ષિત હાથો મા છે તેવા દાવા પોકળ ?

બાર્જ પર 'રુદ્ર-1' નંબર અને 'મુંબઈ' લખેલું છે. આટલી મોટી વસ્તુ દરિયામાં બિનવારસી હાલતમાં તરતી મળી આવતા દેશની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે. કોસ્ટગાર્ડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં બાર્જમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હાલ આ બાર્જ દરિયાના મોજામાં તણાઈને નિકોલના દરિયા કિનારે આવી પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.