Oic ના પ્રવક્તાની પહલગામ હુમલાની ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન ની માંગ !!
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એકતરફ ભારતને અમેરિકા અને રશિયા જેવા મિત્રોનો સાથ મળ્યો છે, તો બીજીતરફ પાકિસ્તાને OICને ગેરમાર્ગે દોરીને 57 દેશોનું સમર્થન હાંસલ કર્યું છે. આ મામલેઈસ્લામિક સહયોગ સંગઠન ( IOC)એ નિવેદન જારી કરી ભારતના પાકિસ્તાન વિરુદ્ધના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.
57 દેશોના સમૂહ IOCએ પાકિસ્તાનને આપ્યું સમર્થન
ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે 57 દેશોના સમૂહ OICએ પાકિસ્તાનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હાલમાં જ પાકિસ્તાને OICને દક્ષિણ એશિયાની હાલની સ્થિતિની જાણકારી આપી હતી અને ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને દેશની શાંતિ સામે 'ગંભીર જોખમ' ગણાવી હતી. સોમવારે ન્યૂયોર્કથી જારી કરાયેલા એક નિવેદનમાં ઓઆઈસીએ કહ્યું હતું કે, દક્ષિણ એશિયામાં સુરક્ષા સ્થિતિ ચિંતાજનક છે અને ભારત દ્વારા પાકિસ્તાન પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને કારણે તણાવ વધી રહ્યો છે. ઓઆઈસીએ નિવેદનમાં આતંકવાદની ટીકા કરી હતી, પરંતુ પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોનું નામ લેવાનું ટાળ્યું હતું, જેનાથી ભારતને સ્પષ્ટ સંકેત મળ્યો હતો કે, આ નિવેદન પાકિસ્તાનના પ્રભાવ હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું.
OICની બેઠકમાં જમ્મુ-કાશ્મીર વિવાદનો પણ ઉલ્લેખ
મળતી માહિતી મુજબ, OICના રાજદૂતોએ પાકિસ્તાન અને તેમની જનતા સાથે એકજૂટતા સાથે પૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે વ્યૂહાત્મક વાતચીત દ્વારા તણાવ ઓછો કરવા અને ક્ષેત્રીય તણાવના મૂળને શોધી કાઢવાની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, OICના પ્રસ્તાવના આધાર પર સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતોએ કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરી અને કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. પાકિસ્તાનના નેતાઓનું કહેવું છે કે, પાકિસ્તાન એકજૂટ છે અને પોતાના સશસ્ત્ર દળોની સાથે ઊભું છે, જે કોઈપણ જોખમ અથવા આક્રમકતાનો જવાબ આપવા સક્ષમ છે.'
Oic ના પ્રવક્તાએ પહલગામ હુમલાની ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન ની માંગ !!