Breaking

  

Friday, 30 May 2025

વડોદરાની શરમજનક ઘટના, દાદાએ ચાર વર્ષની પૌત્રીને શારીરિક અડપલાં કર્યા

વડોદરાની શરમજનક ઘટના, દાદાએ ચાર વર્ષની પૌત્રીને શારીરિક અડપલાં કર્યા
વડોદરાના શહેરમાં ચાર વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે બાળકીને અડપલા કરનાર સસરા સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના આરવી દેસાઈ રોડ ખાતે રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, '29મી મેના રોજ 76 વર્ષીય સસરા મહેન્દ્ર વરસડાએ મને અપશબ્દો કહી માર માર્યો હતો. ત્યારબાદ મારી ચાર વર્ષની દીકરીના ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા.' આ ફરિયાદના આધારે નવાપુરા પોલીસે આરોપીની બીએનએસ 75, 296 તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.