માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ યોજાનાર મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી દ્વારા સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.7 મે ના રોજ ભાવનગર જિલ્લામાં કોઈ ચોક્કસ સ્થળે મોકડ્રીલ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લાવિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, આરોગ્ય, ફાયર, આર.ટી. ઓ. સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.