Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 10 May 2025

ખંભાળિયાના પૂર્વ પ્રમુખના યુવાન પુત્ર દ્વારા છાતીમાં ધરબી દેવાઈ ગોળીઃ અરેરાટી

ખંભાળિયાના પૂર્વ પ્રમુખના યુવાન પુત્ર દ્વારા છાતીમાં ધરબી દેવાઈ ગોળીઃ અરેરાટી
      અકળ કારણથી આત્મહત્યા કરી લેતા પોલીસ દ્વારા તપાસઃ                                                                  
ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયાના પૂર્વ પ્રમુખના એકવીસ વર્ષના પુત્રએ આજે વહેલી સવારે પોતાના ઓરડામાં પિતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી છાતીમાં ગોળી ધરબી લઈ કોઈ અકળ કારણથી આત્મહત્યા કરી લીધી છે. બનાવની પોલીસે ઘનિષ્ઠ તપાસ શરૃ કરી છે. ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.

ખંભાળિયા શહેરના ચાર રસ્તા વિસ્તારમાં વસવાટ કરતા અને ખંભાળિયા નગર પાલિકામાં અગાઉ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા ગઢવી સમાજના આગેવાન પેથાભાઈ મૂળુભાઈ પતાણી (પી.એમ. ગઢવી)ના ૨૧ વર્ષના પુત્ર વિજય પતાણીએ આજે પોતાની છાતીમાં રિવોલ્વરની ગોળી ધરબી લઈ કોઈ કારણથી આત્મહત્યા વ્હોરતાં અરેરાટી પ્રસરી છે.

ગઈરાત્રે આ યુવાન પોતાના ઘરે ઓરડામાં સૂવા ગયા પછી આજે સવારે જ્યારે તેમના પરિવારે ઓરડાનું બારણું ખોલતા વિજય છાતી માં ગોળી મારેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો.

બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ બી.જે. સરવૈયા તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વિજયના ઓરડામાંથી તેના પિતા પી.એમ. ગઢવીની લાયસન્સ વાળી રિવોલ્વર મળી આવી છે. જેમાંથી મોડીરાત્રિ અથવા આજે વહેલી સવારે વિજયે પોતાની છાતીમાં ગોળી મારી લઈ આત્મહત્યા કરી લીધાનું પ્રાથમિક તારણ મળ્યુું છે.

 શિક્ષિક અને ગર્ભ શ્રીમંત પરિવારના આ યુવાને ક્યા કારણથી આત્મહત્યા કરી? તે હજુ ખૂલ્યું નથી. મૃતક સહિત પી.એમ. ગઢવીને ત્રણ સંતાન છે જેમાં વિજય સૌથી મોટો પુત્ર હતો. આ બનાવે ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરાવી છે. ખંભાળિયા હોસ્પિટલ પર સમાજના આગેવાનો તથા ભાજપ અગ્રણીઓ દોડી ગયા હતા. વધુ તપાસ કરવામાં આવી રહી છે.