Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 30 June 2025

ભવાનીગઢના ઉ૫સરપંચ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઝડપાયા

ભવાનીગઢના ઉ૫સરપંચ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઝડપાયા

ભવાનીગઢના ઉ૫સરપંચ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઝડપાયા 
અને સ્થળ ઉ૫રનું ગેરકાયદેસર બાંધકામ ઉ૫ર તાત્કાલીક બુલડોઝર ફેરવી દુર કરવામાં આવ્યુ.


આજ તારીખ : ૨૯/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના ૦૨/૦૦ pm કલાકના અરસામાં નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામના સરકારી સર્વે નંબર ૨૪૬ તથા ખાનગી માલીકીના સર્વે નંબર ૨૪૯ વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનુ ખનન ઝડ૫વામાં આવ્યુ. 

જપ્ત કરેલ મુદ્દામાલની વિગત : 
(૧) ૧ ટ્રેકટર 
(૨) ૨ કંમ્પ્રેસર 
(૩) ૪૦ મેટ્રીક ટન ગેરકાયદેસર કાર્બોસેલ 
(૪) ૪ ચરખી 

એમ મળી કુલ રૂ.૧૧,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા અગીયાર લાખ પુરા) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 

વધુમાં આવી પ્રવૃત્તિ કરવા માટે સરકારી સર્વે નંબર ૨૪૬ વાળી જમીનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉ૫યોગમાં લેવા માટે એક પાકુ મકાન બનાવવામાં આવ્યુ હતુ, તે તોડી પાડવામાં આવ્યુ. અને સરકારી ત્રણ એકર જમીન એટલે કે અંદાજિત રૂ.૩૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા છત્રીસ લાખ પુરા)ની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી.  

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મુળી તાલુકાના ભવાનીગઢ ગામના ઉ૫સરપંચ રતાભાઇ વિરાભાઇ જોગરાણા રહે. ભવાનીગઢ વાળા કરતા હતા. તેઓ ઉ૫સરપંચના ૫દ ઉ૫ર ચાલુ હોવા છતા આવી ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગેની પ્રવૃત્તિ કરી સરકારી મિલકતને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન ૫હોચાડતા હોવાથી તેઓને ઉ૫સરપંચ ૫દ ઉ૫રથી હટાવવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 

ઉ૫સરપંચ રતાભાઇ વિરાભાઇ જોગરાણા રહે. ભવાનીગઢ સામે "The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 ના નિયમ ૨૧(૩) મુજબ વસુલાત કરવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.  

તેમજ ટ્રેકટર અને કંમ્પ્રેસરના માલીક અરજણભાઇ જીવણભાઇ રબારી રહે.રાણીપટ વાળા સામે "The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.

 રિપોર્ટ આશિશભાઈ થાન