Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 4 July 2025

મોન્ટુ પટેલનું 5400 કરોડનું કૌભાંડ: કેનેડા ભાગવાની ફિરાકમાં, હવાલાથી રૂપિયા મોકલ્યા

મોન્ટુ પટેલનું 5400 કરોડનું કૌભાંડ: કેનેડા ભાગવાની ફિરાકમાં, હવાલાથી રૂપિયા મોકલ્યા
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)ના ફરાર અધ્યક્ષ ડો. મોન્ટુ પટેલ પર 5400 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ છે. તે પરિવાર સાથે કેનેડા ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો અને કેનેડાના એક પ્રોફેસરને હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલ્યા હતા. મોન્ટુ પાસે 10થી વધુ વૈભવી કારોનો કાફલો છે અને તેણે વચેટિયાઓને મોંઘી કારો ગિફ્ટમાં આપી હતી. 

કોલેજ રિન્યુઅલની લાંચ અને જમીન ખરીદી

 મોન્ટુ પટેલે દેશભરની 12,000થી વધુ ફાર્મસી કોલેજોમાંથી ડિપ્લોમા ફાર્મસી કોલેજના રિન્યુઅલ માટે 8 લાખ અને બી.ફાર્મ માટે 15 લાખ રૂપિયા વસૂલ્યા હતા. આ રીતે બે વર્ષમાં 5400 કરોડનું કૌભાંડ આચર્યું. તેણે ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં જમીનો ખરીદી, જેમાં તેના ડ્રાઇવર, કોંગ્રેસના મહામંત્રી અને બિઝનેસ પાર્ટનર જશુ ચૌધરીનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં હેરફેર: વોટરોને રિસોર્ટમાં રાખ્યા

2022માં PCI અધ્યક્ષની ચૂંટણી પહેલાં મોન્ટુએ 43-44 વોટરોને રિસોર્ટમાં રાખી, મોબાઇલ ગિફ્ટ આપી અને તેમની સરભરા કરી. 68માંથી 43 વોટ મેળવી તે જીત્યો, જ્યારે નવીન શેઠને 25 વોટ મળ્યા.

ભાજપના નેતાઓ સાથે સેટિંગ, પણ હવે તૂટવાની તૈયારી

મોન્ટુની 500 કરોડથી વધુની સંપત્તિ હોવાનું સૂત્રો જણાવે છે. તેણે ભાજપના નેતાઓ સાથે સેટિંગ કરી હતી, પરંતુ હવે ગુજરાત ભાજપના મોટા નેતા આ સેટિંગ તોડવા પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં હાર્યા બાદ મોન્ટુએ દીવ, દમણ અને દાદરા નગર હવેલીની ફાર્મસી કાઉન્સિલનું પ્રમુખપદ મેળવી લીધું, જેથી PCIનું પદ જાળવી રાખ્યું. 

CBIની કાર્યવાહી CBIએ મોન્ટુ પટેલના અમદાવાદ અને દિલ્હીના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા. તેના પર કોલેજોને ગેરકાયદે માન્યતા આપવા અને લાંચ લેવાના આરોપો છે. તપાસમાં મહારાષ્ટ્ર સહિતની કોલેજોમાં ગેરરીતિઓનો પર્દાફાશ થઈ શકે છે.