Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 16 July 2025

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી પાછળ ખનિજ માફિયાઓનું દિલ્હી-ગાંધીનગર કનેક્શન: વાયરલ ઓડિયો ક્લિપ

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી પાછળ ખનિજ માફિયાઓનું દિલ્હી-ગાંધીનગર કનેક્શન: વાયરલ ઓડિયો ક્લિપ
સુરેન્દ્રનગરના ચોટીલા અને થાન પંથકમાં ગેરકાયદે ખનિજ ચોરી સામે કડક કાર્યવાહી કરનારા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ક્લિપમાં ભૂમાફિયાઓએ દિલ્હી અને ગાંધીનગર સુધી રજૂઆત કરી બદલી કરાવવાની ચર્ચા સામે આવી છે. એક વ્યક્તિ કહે છે, "5555 ટૂંક સમયનો મહેમાન છે," જ્યારે બીજો જવાબ આપે છે, "ધુમાડા ના કાઢ, ભાઈ, હું દિલ્હી રોકાણો હતો અને વળતા ગાંધીનગર ગયો હતો." એચ.ટી. મકવાણાએ ખનિજ ચોરી સામે દરોડા પાડીને કરોડોનો દંડ ફટકાર્યો, જેનાથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો. ઓડિયોની તપાસ થાય તો દિલ્હી-ગાંધીનગરના કનેક્શન અને બદલી પાછળની ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.