બિહાર માં પત્રકારો ને 15 હજાર અને કર્ણાટક માં 12 હજાર માસિક પેન્શન તો ગુજરાત મોડલ ને શું ઘા વાગે છે..???
બિલ્ડરો ના ગેરકાયદેસર બાંધકામ બચાવવા ફંડ લઈ આર ટી આઈ વાળા ઉપર ખોટા કેસ કરતી સરકાર ક્યારે પત્રકારો ને સન્માન આપશે..??
ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને તો પત્રકારો સાથે બાપે માર્યા વેર હોય એમ વટક વાળે છે..!!!*
પત્રકાર એકતા પરિષદે છ માસ પહેલા મુખ્ય મંત્રીને તેમજ પાટિલ ને રજૂ કરેલ પ્રશ્નો માં પેન્શન ની માંગણી સામેલ છે..!!
કોણ જાણે ગુજરાત સરકારને સાપ સુંધી ગયો હોય એમ પત્રકારો ની માંગણીઓ,પ્રશ્નો ઉકેલવામાં રસ ના હોય એમ નથી ટેબલ ટોક ની મિટિંગ કરતા નથી કોઈ પ્રશ્નોના ઉકેલ માત્ર આશ્વાસન સિવાય પત્રકારો માટે કશું નથી.
મુખ્ય મંત્રીને મળી જે 12 પ્રશ્નો રજૂ કર્યા તેમાં 12 મી માંગણી કર્ણાટક સરકાર 12 હજાર પેન્શન ચૂકવે છે,તો ગુજરાતના પત્રકારો ને પણ નિવૃત્તિ પેન્શન કેમ નહીં,આવી રજૂઆત કરી છે,જ્યારે સી આર પાટીલ ને મળ્યા ત્યારે આ પેન્શન અંગે ચર્ચા પણ કરી હતી,કર્ણાટક માં અગાઉ 8 હજાર નું માસિક પેન્શન વધારી 12 હજાર કરાયું હોવાની વિગતો પત્રકાર એકતા પરિષદ દ્વારા રજૂ કરવામાં આવી છે, નથી જાહેરાત માં વધારો,નથી જાહેરાતના ભાવ નો વધારો,નથી આવાસ યોજનામાં સમાવેશ ની જાહેરાત,નથી દરેક જિલ્લા માં પત્રકારો ને બેસવા સરકારી બિલ્ડિંગમાં જિલ્લા મથકે ઓફિસ, નથી એક્રોડેશન કાર્ડ રિન્યુઅલ ના સમયમાં વધારો, નથી પત્રકાર સુરક્ષા કાનૂન,કે નથી છીનવાઈ ગયેલી સુવિધાઓ નો ફરી અમલ...
જે ગુજરાતના ગુણગાન ગુજરાત મોડલ તરીકે દેશ દુનિયામાં ગવાઈ રહ્યા છે,જે પત્રકારો ના સહારે ગુજરાત માંથી દેશની સત્તાના પગથિયાં ચડ્યા એજ ગુજરાતના પત્રકારો ની દશા દયનીય કેમ..? હર્ષ સંઘવી જેવા બિલ્ડરો પાસેથી ફંડ ઉઘરાવી ગેરકાયદેસર બાંધકામો બચાવવા પત્રકારો કે RTI વાળા ને આરોપી બનાવવા બિલકુલ ખોટી ફરિયાદો ની એક તરફી કાર્યવાહી કરે છે, એને કોઈ કહેનારી વ્યવસ્થા,આઝાદી પછી ક્યારેય નથી વગોવાયુ એટલું ગૃહ વિભાગ વગોવાઈ રહ્યું છે..!!
ખોટી ફરિયાદો ખાનગીમાં લેવાઈ જાય,કોઈ ઘટના બનીજ ના હોય એવી સ્ટોરીઓ ઊભી કરવામાં આવે,રિવોલ્વર નું લાયસન્સ ધરાવતા લોકો ને પત્રકાર છરી બતાવી 5000 ની ખંડણી ઉઘરાવે કોઈને ગળે ઉતરે એવી સ્ટોરી તો હોવી જોઈએ..!!
ભાજપ ના ખેડધારીઓ રેપ કરે,છેડતી કરે,અપહરણ કરે,ભ્રષ્ટાચાર કરે,ઉચાપત કરે,વિકાસની આબરૂ લૂંટે એના વિરુદ્ધ કોઈ રાવ ફરિયાદ નહીં,ગૃહ મંત્રી ની નિષ્ફળતા કમાઈ લેવાની હરીફાઈ ના કારણે હોય એવું લાગે છે...!!!
સુરતમાં કલેક્ટર આયુષ ઓક દ્વારા હજજારો કરોડની જમીન માં ખોટા હુકમો કોના દબાણ થી થયા એનો ખુલાસો આજ સુધી કેમ નહીં..?? ક્યાં નેતાનું ભલું કરવામાં કલેક્ટર નું બુરું થયું..?? કલેક્ટર પાસેથી આટલા મોટા કૌભાંડ અંગે મૂળ સુધી પહોચવા પ્રયાસ કેમ ના થયો..?? શું આવી આખે પાટા બાંધેલી પારદર્શકતા ભાજપ ના શાસન નો એજન્ડા છે..??
ગુજરાતના પત્રકારો ની સ્થિતિ દેશના કોઇપણ રાજ્ય કરતા નબળી એટલે કે છેલ્લા નંબરની છે,આ સત્ય કેમ કોઈ શાસકો,ધારાસભ્યો,સાંસદો ને દેખાતી નથી..? કે પત્રકારો ની સમસ્યા ના ઉકેલમાં કોઈને રસ નથી..?? આ સરકારમાં લેખિત રજૂઆત ના પણ જવાબ મળતા નથી,કોઈ ઉકેલ નથી,કોઈ ચર્ચા નહીં..!!આટલી નિષ્ઠુરતા કેમ..?
---+ લાભુભાઈ કાત્રોડીયા