Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 26 August 2025

લૂંટેરી દુલ્હનનુ કારનામુ ગાંધીધામમાં દરજીને બીજા લગ્નમાં સવા લાખની ઠગાઈ

લૂંટેરી દુલ્હનનુ કારનામુ ગાંધીધામમાં દરજીને બીજા લગ્નમાં સવા લાખની ઠગાઈ
ગાંધીધામના નવી સુંદરપુરીમાં રહેતા 41 વર્ષીય દરજી દિનેશ દામજી સથવારાને બીજા લગ્નનો નિર્ણય મોંઘો પડ્યો. મહારાષ્ટ્રના નાગપુરની બે યુવતીઓએ તેમની સાથે સવા લાખ રૂપિયાની ઠગાઈ કરીને ફરાર થઈ ગઈ, જેનાથી ચકચાર મચી ગઈ. દિનેશની દુકાને 25 જુલાઈ, 2024ના રોજ કપડાં સિવડાવવા આવેલી આદિપુરની ગાયત્રી સોસાયટીની પ્રકાશબાએ લગ્નની ઓફર કરી. બીજા દિવસે દિનેશ પ્રકાશબાના ઘરે સવિતા શૈલેષ ઈંગ્લે (24, નાગપુર) અને તેની બહેન ગુંજન (સુરત)ને મળ્યા. સવિતાના છૂટાછેડા થયેલા હોવાનું જણાવી, દિનેશે લગ્ન માટે હા પાડી અને સાળીના લગ્નના નામે 80,000 રૂપિયા આપ્યા. 3 ઓગસ્ટ, 2024ના રોજ સવિતા સાથે લગ્ન થયા. સવિતાએ વિશ્વાસ જીતી તીજોરીની ચાવી મેળવી અને 30,000 રોકડ તથા 15,000ના દાગીના લઈ 10 ઓગસ્ટે દુકાને જવાનું બહાનું કાઢી ફરાર થઈ.

 ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પ્રકાશબા, સવિતા અને ગુંજન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.