પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલું વાવાઝોડું ‘કિકો’ કેટેગરી 4નું ખતરનાક તોફાન બની ગયું છે, જે 215 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે હવાઈ ટાપુઓ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે, આગામી દિવસોમાં હવાઈમાં તેની અસર જોવા મળી શકે છે. હાલ તે હિલો, હવાઈથી 1,195 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વમાં છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં 17 કિ.મી./કલાકની ઝડપે આગળ વધે છે. રવિવારથી હવાઈના કેટલાક વિસ્તારોમાં ઊંચાં અને ખતરનાક મોજાંની શક્યતા છે. લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે, જોકે હજુ કોઈ ટાપુ પર ઔપચારિક ચેતવણી જાહેર થઈ નથી.
બીજી તરફ, પોસ્ટ ટ્રોપિકલ સાયક્લોન ‘લોરેના’એ મેક્સિકોના બાજા કેલિફોર્નિયામાં ભારે વરસાદ વરસાવ્યો છે, જેની ઝડપ હવે ઘટીને 56 કિ.મી./કલાક થઈ છે.