અમેરિકામાં એક ગુજરાતી મહિલા ટાર્ગેટ સ્ટોરમાંથી ચોરી કરતાં રંગેહાથ ઝડપાઈ હતી. આ ઘટના 15 જાન્યુઆરી, 2025ની છે, જેનો વીડિયો 4 સપ્ટેમ્બરે વાયરલ થયો. પોલીસના બોડીકેમ ફૂટેજમાં મહિલા ડરેલી અને રડતી જોવા મળે છે, જે હાથ જોડીને માફી માગે છે. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું કે તેણે અગાઉ પણ ચોરી કરી હતી અને આ વખતે માલ ફરી વેચવાનો ઈરાદો હતો. પોલીસે તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ કે આઈડી માગ્યું, પરંતુ તેણે કોઈ જવાબ ન આપ્યો. તેની ભાષા ગુજરાતી હોવાનું અને તે ભારતીય હોવાનું સ્પષ્ટ થયું. તે વોંશિંગ્ટનનું ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવે છે, જે દર્શાવે છે કે તે અમેરિકામાં રહે છે. સ્ટોરના કર્મચારીઓએ જણાવ્યું કે તે નિયમિત ગ્રાહક છે, પરંતુ આ પ્રથમ વખત તે ચોરીમાં પકડાઈ. વીડિયોમાં મહિલા હાઈપરવેન્ટિલેશનની સ્થિતિમાં જોવા મળે છે અને વારંવાર "સોરી" કહે છે. પોલીસે તેને શાંત થવા કહ્યું, પરંતુ કાર્યવાહી ચાલુ રાખી. તેને જેલમાં ન મોકલી, પરંતુ કોર્ટમાં હાજર થવાનો સમન્સ આપ્યો અને સ્ટોરમાં પાછા ન આવવાની ચેતવણી આપી, નહીં તો ટ્રેસપાસિંગનો આરોપ લાગશે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટલાકે તેને ભારતીયોની ઈમેજ ખરાબ કરવાનું કારણ ગણાવ્યું, જ્યારે અન્યએ વિદેશમાં કાયદાનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અમેરિકન કાયદા અનુસાર, ચોરીના આરોપમાં વિઝા રદ થઈ શકે છે અથવા ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે. આ મહિલા સામે કોર્ટમાં કેસ ચાલશે, અને આ ઘટના વિદેશમાં રહેતા ભારતીયો માટે કાયદાનું પાલન કરવાની ચેતવણી આપે છે.
અમેરિકામાં ગુજરાતી યુવતી સ્ટોરમાંથી ચોરી કરતાં ઝડપાઈ, માફી માગવા છતાં કાર્યવાહી