ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામમાં SOG પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત રેડ કરીને 1000 કિલોથી વધુ નકલી માવાનો જથ્થો જપ્ત કર્યો છે. મિલન સુરેશભાઈ દવેના વ્યવસાય સ્થળ પરથી આ જથ્થો ઝડપાયો, જેનો નાશ કરવામાં આવ્યો. આ પહેલાં પણ દેવગાણા ગામે LCB પોલીસે નકલી માવો પકડ્યો હતો, જે ભાવનગરના આરોગ્ય વિભાગની નિષ્ફળતા દર્શાવે છે. પોલીસે આરોગ્ય વિભાગની જવાબદારી નિભાવી હોવાનું સ્પષ્ટ થાય છે.
ભાવનગરમાં નકલી માવાનો કાળો કારોબાર: સિહોરના આંબલામાં 1000 કિલોથી વધુ નકલી માવો ઝડપાયો