Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 15 October 2025

ભારતીય નાગરિક તા માટે કયા કયા દસ્તાવેજ માન્ય ગણાય આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડ માન્ય દસ્તાવેજ નથી!!

ભારતીય નાગરિક તા માટે કયા કયા દસ્તાવેજ માન્ય ગણાય આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડ માન્ય દસ્તાવેજ નથી!!
ભારતના મોટાભાગના નાગરિકો પોતાની સાથે આધાર કાર્ડ લઈને ફરતા હોય છે, કેમ કે ઘણાં સરકારી અને બિનસરકારી કામમાં આધાર કાર્ડ રજૂ કરવું જરૂરી હોય છે. તેથી મોટાભાગના લોકો એમ જ સમજતા હોય છે કે આધાર કાર્ડ તેમની નાગરિકતાનો પુરાવો છે. પણ શું તમે જાણો છો કે આ માન્યતા ભૂલભરેલી છે? કાયદેસર રીતે જોઈએ તો આધાર કાર્ડ તમારી નાગરિકતાના પુરાવા તરીને માન્ય નથી ગણાતો. શા માટે? ચાલો, વિષયના ઊંડાણમાં ઉતરીને સમજીએ. 

આધાર કાર્ડ નહીં પણ આ દસ્તાવેજો નાગરિકતાના પુરાવા ગણાય છે

ભારતમાં વ્યક્તિનો પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો નાગરિકતાના પુરાવા ગણાય છે, પરંતુ એ દસ્તાવેજોના આધારે બનાવેલું આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો ગણાતું નથી. આધાર કાર્ડમાં વ્યક્તિની ફિંગર પ્રિન્ટ, રેટિના સ્કેનિંગ જેવી બાયોમેટ્રિક વિગતો અને વ્યક્તિગત માહિતી સંગ્રહાયેલી હોય છે.

કયા દસ્તાવેજો નાગરિકતા સાબિત કરી શકે છે?

ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીના ‘વિશેષ સુધારણા અભિયાન’ (SIR – સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે નીચેના 11 દસ્તાવેજોને માન્યતા આપી છે:

કોઈ પણ કેન્દ્ર/રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના ઉપક્રમના નિયમિત કર્મચારી/પેન્શનરને અપાતું ઓળખપત્ર/પેન્શન ચૂકવણી આદેશ01/07/1987 પહેલાં સરકાર/સ્થાનિક સત્તા/બેંક/પોસ્ટ ઓફિસ/LIC/જાહેર ઉપક્રમો દ્વારા અપાતું ઓળખપત્ર/પ્રમાણપત્રસક્ષમ અધિકારી દ્વારા અપાતું જન્મ પ્રમાણપત્રપાસપોર્ટમાન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા અપાતું મેટ્રિક/શૈક્ષણિક પ્રમાણપત્રસક્ષમ રાજ્ય સત્તા દ્વારા અપાતું કાયમી રહેઠાણ પ્રમાણપત્રવન અધિકાર પ્રમાણપત્રઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા અપાતું જાતિ પ્રમાણપત્રરાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં લાગુ પડે)રાજ્ય/સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરાયેલું કુટુંબ રજિસ્ટરસરકાર દ્વારા અપાતું જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્રબિહારમાં આ મુદ્દે રાજકારણ ખેલાઈ રહ્યું છે 

મતદાર કાર્ડ નાગરિકતાનો પુરાવો કેમ નથી ગણાતું?

બિહારમાં SIR દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે કે શક્ય છે કે ભૂતકાળમાં કોઈએ છેતરપિંડીથી મતદાર કાર્ડ મેળવ્યું હોય તેથી નવી મતદાર યાદી તૈયાર કરવા માટે તે જ મતદાર કાર્ડને આધાર તરીકે સ્વીકારી શકાય નહીં. ખોટી રીતે મેળવેલું મતદાર ઓળખ કાર્ડ રદ કરવાને ઈરાદે ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીની સમીક્ષામાં મતદાર કાર્ડને માન્યતા આપી નથી. તેથી મતદાર કાર્ડ નાગરિકતાનો પુરાવો ગણાતું નથી. 

પાન કાર્ડ પણ ફક્ત ઓળખ કાર્ડ છે

પાન કાર્ડ (કાયમી ખાતા નંબર) એ ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા અપાતું 10-અંકનો આલ્ફાન્યુમેરિક નંબર છે, જેનો નાણાકીય અને બિન-નાણાકીય ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે જેથી નકલી પાન કાર્ડ ન બની શકે અને કરચોરી અટકાવી શકાય. પાન કાર્ડ પણ ઓળખ કાર્ડ ગણાય છે, નાગરિકતાનો પુરાવો નહીં. 

રેશન કાર્ડ શા માટે નાગરિકતાનો પુરાવો નથી?

રેશન કાર્ડ એ ભારત સરકાર દ્વારા મંજૂર કરાતો સત્તાવાર દસ્તાવેજ છે, જે ગરીબ પરિવારોને રાહત દરે ખાદ્ય પદાર્થો મેળવવા માટે અપાય છે. પરિવારની ઓળખ અને આર્થિક સ્થિતિ દર્શાવતું રેશન કાર્ડ સરનામાના પુરાવા તરીકે વાપરી શકાય છે, પણ તે નાગરિકતાનો પુરાવો નથી ગણાતું. બિહાર, બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં દર વર્ષે હજારોની સંખ્યામાં નકલી રેશન કાર્ડ પકડાતા હોવાથી તેને નાગરિકતાનો પુરાવો નથી ગણવામાં આવ્યું. 

નાગરિકતા સાબિત કરવા માટે માન્ય દસ્તાવેજો કયા છે? 

1. ભારતીય પાસપોર્ટ 

પાસપોર્ટ એ ભારતીય નાગરિકતાનો સૌથી મજબૂત પુરાવો છે, કારણ કે તે ફક્ત ભારતીય નાગરિકોને જ મળી શકે. પાસપોર્ટ આપતા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનનો એક અધિકારી અરજદારના ઘરે આવીને અરજદારની નાગરિકતા ચકાસે છે.

2. જન્મ પ્રમાણપત્ર

નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 3 મુજબ 26 જાન્યુઆરી, 1950થી લઈને 30 જૂન, 1987 સુધીમાં ભારતમાં જન્મેલ વ્યક્તિ જન્મથી જ ભારતીય નાગરિક ગણાય છે. 1 જુલાઈ, 1987 થી લઈને 2 ડિસેમ્બર, 2004 સુધીમાં ભારતમાં જન્મેલ વ્યક્તિના માતા કે પિતા બેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ, તો તે વ્યક્તિ ભારતીય નાગરિક ગણાય.3 ડિસેમ્બર, 2004 પછી જન્મેલી વ્યક્તિના માતા અને પિતા બંને ભારતીય નાગરિક હોવા જોઈએ અથવા જો બે પૈકી એક જ ભારતીય નાગરિક હોય તો બીજો ગેરકાયદે નાગરિક ન હોવો જોઈએ. એટલે કે તેમણે કાયદાકીય રીતે ભારતનું નાગરિકત્વ લીધેલું હોવું જોઈએ.

3. નાગરિકતા પ્રમાણપત્ર 

નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 5, 6 હેઠળ વિદેશી નાગરિક પણ ભારતની નાગરિકતા લઈ શકે છે. આ માટેનું પ્રમાણપત્ર ગૃહ મંત્રાલય દ્વારા અપાય છે. પાકિસ્તાની ગાયક અદનાન સામીને આ રીતે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું.

4. નિવાસ પ્રમાણપત્ર 

અમુક કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા અપાતું નિવાસ પ્રમાણપત્ર નાગરિકતા સાબિત કરવામાં મદદરૂપ થાય છે. આસામમાં NRC (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) આ સંદર્ભમાં ઉપયોગી દસ્તાવેજ સાબિત થયો છે.