Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 28 November 2025

હજારો એરબસ વિમાનો ગ્રાઉન્ડેડ! આ વીકએન્ડથી દેશભરમાં ફ્લાઇટ્સ રદ, ઈન્ડિગો-એર ઈન્ડિયા સૌથી મોટો ઝટકો અચાનક મોટું સંકટ!

હજારો એરબસ વિમાનો ગ્રાઉન્ડેડ! આ વીકએન્ડથી દેશભરમાં ફ્લાઇટ્સ રદ, ઈન્ડિગો-એર ઈન્ડિયા સૌથી મોટો ઝટકો અચાનક મોટું સંકટ!
વિશ્વના સૌથી વધુ ઉડતા વિમાન એરબસ A320ના હજારો વિમાનોને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવાનો આદેશ આવ્યો છે. 

કારણ – એક ખતરનાક સોફ્ટવેર બગ જે વિમાનને પાઇલટની મરજી વગર જ નીચે ધકેલી દે છે! ભારતમાં ૩૫૦થી વધુ વિમાનો પ્રભાવિત ઈન્ડિગોના ૨૫૦+ અને એર ઈન્ડિયાના ૧૦૦થી વધુ A320 વિમાનોને ૨-૩ દિવસ સુધી સોફ્ટવેર-હાર્ડવેર અપગ્રેડ કરવું પડશે. શનિ-રવિ-સોમવારે દેશભરમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થશે કે મોડી થશે. શું થયું હતું? 

ડરામણી ઘટના 30 ઓક્ટોબર 2025ના રોજ જેટબ્લુની A321 ફ્લાઇટ કેનકુનથી ન્યૂયોર્ક જતી હતી ત્યાં અચાનક વિમાન પોતાની મેળે ૩૦ ડિગ્રી નીચે ઝૂકી ગયું! પાઇલટે મુશ્કેલીથી કંટ્રોલ સંભાળ્યો અને તાંપામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. કારણ: ELAC કમ્પ્યુટરમાં ગંભીર ખામી. 

એરબસે તુરંત જ વૈશ્વિક રિકોલ જાહેર કર્યું. હવે દરેક A320 ફેમિલી વિમાનને નવું સોફ્ટવેર અપડેટ અને જૂના મોડલમાં હાર્ડવેર બદલવું ફરજિયાત છે.

 જો તમારી શનિ-રવિ-સોમની ફ્લાઇટ છે તો હમણાં જ ચેક કરો અને બેકઅપ પ્લાન રાખો. આકાશમાં સૌથી મોટું ટેક્નિકલ સંકટ શરૂ થઈ ચૂક્યું છે!