સજ્જાદ અલી નાયાણી ✍🏼
ફ્રાઈડે વર્લ્ડ 24/12/2025
મુંબઈના રાજકારણમાં એક યુગાંતરી પલ આવી પહોંચ્યો છે. લગભગ બે દાયકા પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક જ મંચ પર ઊભા થયા છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની આવતી ચૂંટણી પહેલાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મહારાષ્ટ્રની તમામ 29 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સંયુક્ત લડવાની સત્તાવાર જાહેરાત કરી છે.
મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ એકબીજાને 'ભાઈ' તરીકે સંબોધિત કર્યા. પ્રેસ કોન્ફરન્સ પહેલાં પરિવારના સભ્યોએ બંનેની આરતી ઉતારીને શુભેચ્છાઓ પાઠવી હતી, જે રાજકીય વર્તુળોમાં ભાવુક ક્ષણ તરીકે જોવાઈ રહી છે.
ઉદ્ધવ ઠાકરેનું ભાવુક વ્યાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું: "મહારાષ્ટ્રનું નેતૃત્વ ફક્ત અને ફક્ત ઠાકરે પરિવાર જ કરી શકે છે. મહારાષ્ટ્રના સમર્થન આંદોલનમાં 107 શહીદોનું બલિદાન આપ્યું હતું. તે આંદોલનની આગેવાની અમારા દાદાએ કરી અને અમારા પિતાજી પણ તેમાં સામેલ હતા. શિવસેનાનો જન્મ મરાઠી માનસના અધિકાર માટે થયો હતો. આજે અમે દિલ્હીમાં બેઠેલા લોકોને મુંબઈને તોડતા અટકાવવા માટે એક થયા છીએ. અમારી વિચારધારા એક જ છે. અમને મરાઠીઓના બલિદાનની યાદ છે. આ વખતે અમે તૂટવાના નથી – તૂટીશું તો તે બલિદાનોનું અપમાન થશે."
રાજ ઠાકરેની સ્પષ્ટ વાત રાજ ઠાકરેએ જણાવ્યું: "મુંબઈ અમારા વ્યક્તિગત ઝઘડાથી ઘણું મોટું છે. આજે અમે બંને ભાઈ એકસાથે છીએ. સીટોની વહેંચણી મુખ્ય મુદ્દો નથી. મુંબઈનો મેયર મરાઠીમાનસનો હશે અને તે અમારો જ હશે."
સીટ-વહેંચણીની સમજૂતી સૂત્રો પ્રમાણે BMCની 227 બેઠકોમાંથી શિવસેના (ઉદ્ધવ જૂથ)ને 145–150 અને MNSને 65–70 બેઠકો મળવાની શક્યતા છે. છેલ્લી BMC ચૂંટણીમાં ઉદ્ધવ જૂથે 84 બેઠકો જીતી હતી, જેમાંથી 12–15 બેઠકો MNSને સોંપવાની તૈયારી હતી. કેટલીક મહત્વની બેઠકો પરની ગૂંચવણો હવે દૂર થઈ ગઈ છે.
મહાયુતિને મોટી હાર પછી નવી શરૂઆત તાજેતરમાં મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ-શિંદે શિવસેના-એનસીપીના મહાયુતિને કડવી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજયે ઠાકરે બંધુઓને એક થવા માટે પ્રેરિત કર્યા છે. આ ગઠબંધન મુંબઈની ચૂંટણીમાં મોટો ઉલટફેર લાવી શકે છે.
મરાઠી અસ્મિતા, મુંબઈનું ગૌરવ અને સ્થાનિક હિતને કેન્દ્રમાં રાખીને ઠાકરે પરિવારની આ ઐતિહાસિક એકતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવો સૂર લાવી રહી છે.
સજ્જાદ અલી નાયાણી ✍🏼
ફ્રાઈડે વર્લ્ડ 24/12/2025