Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 28 December 2025

હઝરત અબ્બાસ અલયહિસ્સલામની વિલાદત – એક શાનદાર જશન

હઝરત અબ્બાસ અલયહિસ્સલામની વિલાદત – એક શાનદાર જશન
ફ્રાઈડે વર્લ્ડ 28/12/2025
ઈસ્લામી પવિત્ર મહિના રજબની ૭મી તારીખ એટલે હઝરત અબ્બાસ અલયહિસ્સલામની જન્મજયંતિ (વિલાદત)નો મુબારક દિવસ. 
આ દિવસે ગુજરાતના ભાવનગરમાં એક ભવ્ય મજલિસ (જશન)નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખાસ મહેમાન તરીકે મૌલાના ઇમરાન જાફરી સાહેબ પધાર્યા હતા. તેમણે હઝરત અબ્બાસ (અ.સ.)ના જીવનની શાનદાર તકરીર ફરમાવી, જેમાં તેમની અદ્ભુત વફાદારી, શુજાઅત (બહાદુરી) અને સબર (ધીરજ) ઉપર અદ્ભુત પ્રકાશ પડ્યો.

 હઝરત અબ્બાસ (અ.સ.), જેમને અબુલ ફઝલ અને કમરે બની હાશિમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ હઝરત અલી (અ.સ.)ના પુત્ર અને ઇમામ હુસૈન (અ.સ.)ના સાગા ભાઈ હતા. કરબલાના મેદાનમાં તેમણે પોતાના આકા ઇમામ હુસૈન (અ.સ.) પ્રત્યેની અતૂટ વફાદારી બતાવી. પાણીની તરસથી તડપતા બાળકો અને પરિવારને જોઈને તેઓ ફુરાતના કિનારે પહોંચ્યા, પરંતુ દુશ્મનોએ તેમના હાથ કપાવી દીધા. 
છતાં પણ તેઓએ ઝંડો (આલમ) ન નીચો પડવા દીધો – આ જ તેમની અદ્ભુત વફાદારી નું પ્રતીક છે. 

તેમની શુજાઅત અને બહાદુરીની મિસાલ આખી દુનિયા જાણે છે.

 તેઓ અલમદાર (ઝંડાવાહક) હતા અને કરબલામાં દુશ્મનની સેના સામે એકલા લડ્યા. તેમની તલવારની ધમકથી દુશ્મનો કંપાયા, પરંતુ તેઓએ ક્યારેય પીઠ ન બતાવી. 

સબર ની મિસાલ તો તેઓ જ છે – તરસ, ઘાયલ અને એકલા હોવા છતાં તેમણે ક્યારેય ફરિયાદ ન કરી, માત્ર ઇમામની ખાતર જીવન આપી દીધું. મૌલાના ઇમરાન જાફરી સાહેબે આ તકરીરમાં આ ગુણોને એવી રીતે વર્ણવ્યા કે સમગ્ર મજલિસમાં ભાવની લહેર દોડી ગઈ. આ જશને દરેકના હૃદયમાં હઝરત અબ્બાસ (અ.સ.)ના પ્રેમને વધુ ગાઢ કર્યો. 
આજે પણ હઝરત અબ્બાસ (અ.સ.)નું જીવન આપણને શીખવે છે કે વફાદારીમાં જ સાચી મોટાઈ છે, શુજાઅતથી જ જીવન જીતાય છે અને સબરથી જ મુશ્કેલીઓ પાર થાય છે. 

આ મુબારક દિવસે દરેકને હઝરત અબ્બાસ અલયહિસ્સલામની વિલાદતની હાર્દિક શુભેચ્છાઓ! 

આલમદારની વફાદારી આપણને હંમેશા પ્રેરણા આપે.
સજ્જાદ અલી નાયાણી ✍🏼
ફ્રાઈડે વર્લ્ડ 28/12/2025