Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 14 January 2026

ઉત્તરાયણનો ઉમંગ માતમમાં ફેરવાયો: જીવલેણ ચાઈનીઝ દોરીએ લીધા બે જીવ, અનેક ઘાયલ!

ઉત્તરાયણનો ઉમંગ માતમમાં ફેરવાયો: જીવલેણ ચાઈનીઝ દોરીએ લીધા બે જીવ, અનેક ઘાયલ!
-Friday World January 14,2026 
ગુજરાતનો મકરસંક્રાંતિ પર્વ ઉત્તરાયણ આ વખતે પણ ખુશીની સાથે દુ:ખના આંસુઓ લાવ્યો છે. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડવાની મજા માણતા લોકો વચ્ચે પ્રતિબંધિત ચાઈનીઝ માણીયા દોરી એ ફરી એક વાર કરુણ ઘટનાઓ સર્જી છે. આ તહેવારના દિવસે જ બે યુવાનોના ગળું કપાઈ જતાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. 

બાયડ-ચોઇલા ગામમાં કિશોરનું કરુણ મોત અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામમાં ઉત્તરાયણના દિવસે એક હૃદયવિદારક ઘટના બની. 17 વર્ષીય **તીર્થ પ્રકાશભાઈ પટેલ** (ધોરણ-11નો વિદ્યાર્થી) મોપેડ પર જઈ રહ્યો હતો. અચાનક આકાશમાંથી આવેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેના ગળામાં ફસાઈ ગઈ અને જોરદાર ઘસારો પડતાં ગળું કપાઈ ગયું. વધુ માત્રામાં લોહી વહેવા લાગતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાએ આખા ગામમાં માતમ છવાઈ ગયો. 

જંબુસર-પીલુદરામાં બાઈકચાલકનું મોત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે પણ સમાન કરુણ ઘટના ઘટી. રાહુલ પરમાર નામના યુવક બાઈક ચલાવીને જઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી ગળામાં વીંટાઈ ગઈ અને ગળું કપાતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા તો પણ જીવ બચી શક્યો નહીં. 

અન્ય કરુણ ઘટનાઓએ વધાર્યો ભય
 - અમદાવાદ રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા પાસે બાઈકચાલકને દોરી વાગી, ગંભીર ઈજાગ્રસ્ત થયા. 

- આણંદ માં જીટોડિયાથી મોગરી જતા રોડ પર યુવકનું ગળું કપાયું, 108 દ્વારા કરમસદ હોસ્પિટલમાં ખસેડાયો.

 - જેતપુર ના જેતલસર ગામે અગાસી પરથી 38 વર્ષીય મહિલા નીચે પટકાઈ, ગંભીર ઈજાઓ થતાં જૂનાગઢ ખસેડાઈ. 

- પંચમહાલ ના કાલોલ તાલુકાના રીંછીયા આંટા ગામે પતંગ ઉતારતી બાળકીને વીજ કરંટ લાગ્યો, હાથના ભાગે ગંભીર ઈજા, ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર. આ

 સુરક્ષા માટેની અપીલ ગુજરાત પોલીસ અને તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી પર સખત પ્રતિબંધ છે, પરંતુ હજુ પણ તેનો ગેરકાયદે વેપાર ચાલે છે. નાગરિકોએ માત્ર સાદી સૂતરની દોરીનો ઉપયોગ કરવો જોઈએ. 

બાઈક પર કાઈટ સ્ટ્રિંગ ગાર્ડ લગાવવા જેવા સુરક્ષા પગલાં અપનાવો. બાળકોને દેખરેખ વિના પતંગ ચગાવવા ન દો અને રોડ પર દોડતા નહીં. ઉત્તરાયણ એ ખુશીનો તહેવાર છે, જીવલેણ દોરીથી નહીં! આવા અકસ્માતો અટકાવવા માટે સૌએ જાગૃત બનીએ અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવીએ. 

Sajjadali Nayani ✍ 
Friday World January 14,2026