Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 26 September 2026

ભાવનગર: સુભાષનગરમાં પૂરપાટ કારનો આતંક, 4 મહિલાઓને કચડી - આખો વિસ્તાર સ્તબ્ધ

ભાવનગર: સુભાષનગરમાં પૂરપાટ કારનો આતંક, 4 મહિલાઓને કચડી - આખો વિસ્તાર સ્તબ્ધ
-Friday World September 27,2026 
                     પ્રતીકાત્મક તસવીર 
ભાવનગરના સુભાષનગર મુખ્ય રોડ પર આજે  હૃદય કંપાવનારી ઘટના બની. તેજ રફતારે આવતી એક કારે રસ્તા કિનારે ઉભેલી ચાર મહિલાઓને કચડી નાખી. સુભાષનગર
પાસે આ અકસ્માત થયો છે.

સુભાષનગર વિસ્તાર કેવો છે?
સુભાષનગર ભાવનગરનો EWS આવાસ અને મધ્યમ વર્ગનો ગીચ વિસ્તાર છે. અહીં રૂવા અને ભરતનગરને જોડતો મુખ્ય રોડ છે. બંને બાજુ નાની દુકાનો, મોબાઈલ રિપેર, કિરાણા સ્ટોર છે. સવારે મહિલાઓ શાકભાજી લેવા અને મંદિરે જતી હોય ત્યારે ભારે ભીડ હોય છે. આજે પણ ચાર મહિલા આ જ રોડ પરથી પસાર થતી હતી.

કાર ચાલક ખૂબ જ સ્પીડમાં હતો અને કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈને મહિલાઓને ટક્કર મારી હતી. 

તાત્કાલિક બચાવ
108 અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની ટીમ 5 મિનિટમાં પહોંચી ગઈ. ચારેય મહિલાઓને સર ટી હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે તપાસ હાથ ધરાઈ છે 

સ્થાનિક લોકોની માંગ છે કે સુભાષનગર મુખ્ય રોડ પર સ્પીડ બ્રેકર, CCTV અને ટ્રાફિક પોલીસ મુકવામાં આવે.

Sajjadali Nayani ✍ 
Friday World September 27,2026 

#Bhavnagar #SubhashNagarBhavnagar #BhavnagarAccidentToday #GujaratNewsLive #HitAndRun #BhavnagarPolice #RoadSafety #SubhashNagarRoad #GujaratAccident #BhavnagarCity