Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 29 October 2026

સુરત મનપામાં ભજીયા-કાંડ: બજારમાં 400 રૂપિયે કિલો મળે છે ત્યાં પાલિકાએ 750 રૂપિયે ખરીદ્યા, દિવાળીની સભામાં 1 લાખ રૂપિયા ઝાપટી ગયા!

સુરત મનપામાં ભજીયા-કાંડ: બજારમાં 400 રૂપિયે કિલો મળે છે ત્યાં પાલિકાએ 750 રૂપિયે ખરીદ્યા, દિવાળીની સભામાં 1 લાખ રૂપિયા ઝાપટી ગયા!
- Friday World Oct 29,2026 
સુરત મહાનગરપાલિકામાં પ્રજાના પૈસાની ઉજાણીનો બીજો દાખલો સામે આવ્યો છે. દિવાળી પહેલાંની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં છે. સુરત પાલિકા પ્રજા પાસેથી એક-એક રૂપિયો વસૂલવામાં કડક છે, પણ પોતાના માટે ખર્ચ કરતી વખતે કરકસરના બધા નિયમો ભૂલી જાય છે.

સામાન્ય સુરતીઓ બજારમાં 350 થી 500 રૂપિયા કિલોના ભાવે ગરમાગરમ ભજીયા ખરીદે છે. સુરતીઓ માટે ભજીયા એ માત્ર નાસ્તો નથી, ઓળખ છે. પણ પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકો માટે જે ભજીયા મંગાવાયા તેનો ભાવ 800 રૂપિયા કિલો હતો. તેમાંથી માત્ર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ લઈને 750 રૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવાયા. હિસાબ કરો તો માત્ર ભજીયા પાછળ જ 1 લાખ રૂપિયા!

ચંદની પડવાના તહેવાર નિમિત્તે તે જ સભામાં ઘારી પણ પીરસાઈ હતી. ઘારીનો ભાવ પણ ભજીયા જેટલો જ મોંઘો હોય છે, છતાં તેનું કુલ બિલ માત્ર 20 હજાર રૂપિયા થયું. સામે ભજીયાનું બિલ પાંચ ગણું. તો પછી આટલા ભજીયા ગયા ક્યાં?

પાલિકાના વર્તુળોમાં જ ચર્ચા છે કે આ તો 'દલાતરવાડી જેવો ઘાટ' છે. મોટો ઓર્ડર આપો, ઊંચો ભાવ બતાવો અને 50 રૂપિયા ડિસ્કાઉન્ટનું નાટક કરો. પ્રજાની તિજોરીમાંથી પૈસા ચૂકવવાના હોય એટલે ભાવ જોવાની જરૂર જ શું છે?

શહેરમાં રસ્તા પર ખાડા છે, ગટર ઉભરાય છે, ત્યારે પ્રજાના પૈસે આવી મોંઘી મિજબાનીનો ઓડકાર કેટલો યોગ્ય છે? મેયર અને શાસકોને જવાબ આપવો પડશે કે અડધા ભાવે ભજીયા મળતા હોવા છતાં આટલા મોંઘા ભજીયા મંગાવવાની ફરજ કેમ પડી?

આ મામલો ફક્ત ભજીયાનો નથી, આ પ્રજાના વિશ્વાસનો મામલો છે.

Sajjadali Nayani ✍
 Friday World Oct 29,2026 

#SuratNews #SMC #SuratMunicipalCorporation #BhajiyaScam #TaxpayerMoney #SuratDiwali #GujaratNews #PublicFunds #SuratFarsan #CivicControversy