Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 21 October 2026

ગુજરાતમાં વીજ સંકટ ઘેરું બન્યું: દિવાળી ટાણે જ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 8 કલાક વીજકાપ, 25 લાખ શ્રમિકોની રોજીરોટી પર ખતરો!

ગુજરાતમાં વીજ સંકટ ઘેરું બન્યું: દિવાળી ટાણે જ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 8 કલાક વીજકાપ, 25 લાખ શ્રમિકોની રોજીરોટી પર ખતરો!
-Friday World Oct 21,2026
ગુજરાત, જેને દેશનું ગ્રોથઇન્જિન કહેવામાં આવે છે, આજે ગંભીર વીજ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે જ રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓ DGVCL, PGVCL અને MGVCL દ્વારા ઔદ્યોગિક વિસ્તારો માટે સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી 8 કલાકનો #વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમગ્ર ગુજરાતના GIDC અને ઔદ્યોગિક ક્લસ્ટરોમાં સન્નાટો છવાઈ ગયો છે.


વાર પ્રમાણે #વીજકાપનું શેડ્યૂલ:

- #સોમવાર: ગાંધીનગર, વલસાડ, નવસારી
- #મંગળવાર: અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી
- #બુધવાર: રાજકોટ, મોરબી
- #ગુરુવાર: મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, ડાંગ
- #શુક્રવાર: ખેડા, ભરૂચ, નર્મદા, પોરબંદર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા
- #શનિવાર: કચ્છ પંથકના ભુજ, ગાંધીધામ, નખત્રાણા, કંડલા અને માંડવી
- *રવિવાર:* પાટણ, વડોદરા, આણંદ, તાપી, સુરત, છોટાઉદેપુર

દિવાળીના ઓર્ડર પર ફટકો, હજારો કરોડનું નુકસાન

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ના પ્રમુખ અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી એકલા દક્ષિણ ગુજરાતમાં જ હજારો કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. છેલ્લા 26 વર્ષમાં આવો એકતરફી નિર્ણય ક્યારેય લેવાયો નથી. cf11

સુરતનું ટેક્સટાઇલ, ડાયમંડ, કીમ અને પીપોદરા GIDC, વટવા, નરોડા, મોરબી સિરામિક, જામનગર બ્રાસ પાર્ટ્સ સહિતના ઉદ્યોગો દિવાળીના ઓર્ડર પૂરા કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા. સાંજે 4 થી રાત્રે 12 નો સમય બંને શિફ્ટને અસર કરે છે. દિવસની શિફ્ટનું પેકિંગ અને ડિસ્પેચ અને રાતની શિફ્ટનું પ્રોડક્શન બંને ખોરવાઈ જશે. cf11

વીજ સંકટ પાછળનું કારણ શું?

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સંકટ પાછળ અનેક કારણો છે:
1. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસા અને ગેસના ભાવમાં તોતિંગ વધારો
2. સત ઊંચા તાપમાન અને ચોમાસામાં વરસાદની ખેંચના કારણે વીજ માંગમાં 27% નો વધારો - 16 ઓક્ટોબરે રાજ્યમાં 574 મિલિયન યુનિટ વપરાશ નોંધાયો, જે ગયા વર્ષે 457 હતો.
3. રાત્રે સોલાર પાવર જનરેશન ઝીરો થઈ જવું અને પવનની ગતિ ઓછી હોવાથી વિન્ડ પાવરમાં ઘટાડો
4. ડેમમાં પાણીના સ્તર નીચા જવા a0b2

ઉદ્યોગકારોની માંગ શું છે?

ઉદ્યોગકારો વીજ બચાવના વિરોધમાં નથી, પરંતુ ટાઇમિંગના વિરોધમાં છે. તેમની માંગ છે કે જો કાપ મૂકવો જ હોય તો સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી મૂકવામાં આવે જેથી દિવસનું પ્રોડક્શન અને ટ્રાન્સપોર્ટેશન ખોરવાય નહીં. મધ્ય ગુજરાતમાં વિરોધ બાદ MGVCL એ પોતાનો પરિપત્ર પાછો પણ ખેંચવો પડ્યો હતો. 3974

શ્રમિકો અને ખેડૂતો પર અસર

આ વીજકાપની સીધી અસર 25 લાખથી વધુ શ્રમિકો પર પડશે. ફેક્ટરીઓ બંધ રહેતા તેમની દૈનિક મજૂરી જતી રહેશે. બીજી તરફ ખેતીવાડીમાં સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળતા રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ છે. 01aa

હાલ આ વ્યવસ્થા કામચલાઉ કહેવામાં આવી રહી છે, જ્યાં સુધી વીજ પુરવઠો સામાન્ય ન થાય ત્યાં સુધી આ સ્ટેગરિંગ ચાલુ રહેશે. સરકારે કહ્યું છે કે તે કોલસાનો જથ્થો સુનિશ્ચિત કરવા અને વધારાની વીજળી ખરીદવા પ્રયત્ન કરી રહી છે, પરંતુ મોટા પ્રોજેક્ટ 2028-29 પછી જ આવશે.

ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્ય માટે દિવાળી ટાણે જ આવી સ્થિતિ ચિંતાજનક છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને ઉદ્યોગો વચ્ચે સમાધાન થઈને કોઈ વચ્ચેનો રસ્તો નીકળે છે કે કેમ.

Sajjadali Nayani ✍ 
Friday World Oct 21,2026

#GujaratPowerCrisis 
#GIDC #IndustrialPowerCut #GujaratIndustries #DGVCL 
#PGVCL #PowerCutInGujarat 
#SuratTextile #GujaratNews #ElectricityCrisis