Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 21 August 2022

રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી ને કદ પ્રમાણે,,કે પાસેથી ખાતા પરત લેવાનું કારણ આવ્યું સામે, જાણો શા માટે કરાયો આ ફેરફાર

રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી ને કદ પ્રમાણે,,કે પાસેથી ખાતા પરત લેવાનું કારણ આવ્યું સામે, જાણો શા માટે કરાયો આ ફેરફાર
એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકારમાં બે મંત્રીઓનાં ખાતામાં ફેરબદલ કરવામાં આવ્યો છે. આ ફેરબદલને લઈને ઘણી અટકળો શરૂ થઈ છે.

ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બન્ને મંત્રીઓ પાસેથી ખાતા પરત લેવા પાછળનું કારણ સામે આવ્યું છે. 
શા માટે બન્ને સિનિયરો પાસેથી ખાતા પરત લેવાયા?

રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ચૂંટણીલક્ષી મહત્વની જવાબદારી સોંપવાની હોઈ શકે છે. ચૂંટણીલક્ષી મોટી જવાબદારીને કારણે બન્નેના કામના ભારણને ઘટાડાયું છે. આવતીકાલે બી.એલ સંતોષજી ગુજરાત મુલાકાતે આવવાના છે. તેમની અધ્યક્ષતામાં આગામી ચૂંટણી જવાબદારીને લઈ આવતીકાલે ચર્ચા થશે. આ દરમિયાન બંને મંત્રીઓને બેઠક બાદ ચૂંટણીલક્ષી જવાબદારી શકે છે. 

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવશે. સંતોષ સંગઠનના નેતાઓ સાથે રાજકીય અને સામાજિક મુદ્દા પર બેઠક કરશે. બેઠકમાં ભાજપના હોદ્દેદારો હાજર રહેશે. ચૂંટણીલક્ષી માર્ગદર્શન સંતોષ આપશે.
બંને મંત્રીઓની કામગીરીનું પર્ફોમન્સ સારૂ હતું

મહત્વનું છે કે, અત્યાર સુધી બંને મંત્રીઓની કામગીરીનું પર્ફોમન્સ સારૂ છે. મહત્વના ખાતાઓ પર બંને મંત્રીઓએ યોગ્ય પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ઘણા ચર્ચામાં પણ રહી ચૂક્યા છે. તેઓ સરપ્રાઈઝ વિઝિટ લેવા માટે અને કામગીરી પર દેખરેખ માટે સ્વયં સરકારી ઑફિસોની મુલાકાત લેવા માટે સમાચારોમાં ચમક્યા હતા. તો પૂર્ણેશ મોદીએ રોડની કામગીરી માટે વોટ્સએપ નંબર જાહેર કરીને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કર્યા હતા. આ બન્નેની કામગીરી એકંદરે સારી રહી હતી.
બે કેબિનેટ મંત્રીઓના ખાતાઓ બદલાયા

જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું પરત લેવાયું. જે હવે હર્ષ સંઘવીને મહેસુલ ખાતુ સોંપવામા આવ્યું છે. તો પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન પરત લેવાયો છે. જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગ સોંપાયો છે. કેબિનેટ મંત્રાલયનો ચાર્જ મુખ્યમંત્રી પાસે રહેશે.