Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 17 February 2023

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકી હુમલો, કરાંચીમાં પોલીસ કચેરીમાં ઘૂસ્યા 10 આતંકવાદી, અંધાધૂંધ ગોળીબારના અવાજ સંભાળાયા

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકી હુમલો, કરાંચીમાં પોલીસ કચેરીમાં ઘૂસ્યા 10 આતંકવાદી, અંધાધૂંધ ગોળીબારના અવાજ સંભાળાયા
પાકિસ્તાનના કરાચીમાં મોટો આતંકી હુમલો થયો છે. આઠથી દસ આતંકવાદીઓ કરાચી પોલીસ હેડક્વાર્ટર (KPO)માં ઘૂસી ગયા અને ગોળીબારનો વરસાદ શરૂ કર્યો છે. આ હુમલો શાહરાહ-એ-ફૈઝલ વિસ્તારમાં થયાની વિગતો છે. કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આતંકીઓ પાસે ભારે વિસ્ફોટકો અને હથિયારો છે જેનાથી લગાતાર હુમલા કરી રહ્યા છે.  
મળતી માહિતી મુજબ કરાચી પોલીસ કચેરીમાં ઘૂસેલા આતંકવાદીઓ પાસે હેન્ડ ગ્રેનેડ અને ઓટોમેટિક ગન છે. પાકિસ્તાન રેન્જર્સ અને અન્ય પોલીસ દળોએ AIG ઓફિસ નજીકના વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે. સિંધ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. જ્યાં અંધાધૂંધ ગોળીબારના અવાજ સંભાળાઈ રહ્યાં છે.

પાપ્ત વિગતો મુજબ સુરક્ષા જવાનો દ્વારા આપેવામાં આવેલા નિર્દેશ મુજબ તે વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્જન પણ આપવામાં આવ્યું છે.પાકિસ્તાન રેન્જર્નસના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર ક્વિજ રિસ્પૉન્સ ફોર્સ(QRF) ઘટનાસ્થળે પહોંચી છે અને કેટલાક વિસ્તારોને ચારે તરફથી ઘેરી દેવામાં આવ્યાં છે. પોલીસ સર્જન ડો. સુમારિયા સૈયદના બતાવ્યા મુજબ એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુટ મેડિકલ સેન્ટર પણ ખસેડવામાં આવ્યો છે.

સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહએ ઘટનાના તાગ મેળવતા સંબંધિત વિભાગના DIGને આદેશ આપતા કહ્યું કે,  હુમલો કરનાર આતંકવાદીઓને જલ્દી પકડવામાં આવે. પોલીસ કચેરી પર હુમલો કોઈપણ કિંમતે સાંખી લેવામાં નહી આવે. સંબંધિત અધિકારી પાસેથી રિપોર્ટ માગતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.