Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 17 February 2023

માત્ર 2 સેકન્ડની ક્લિપથી ઈરાન રોષે ભરાયું, વિદેશમંત્રીએ રદ્દ કર્યો ભારત પ્રવાસ, જાણો શું છે વિવાદ 

માત્ર 2 સેકન્ડની ક્લિપથી ઈરાન રોષે ભરાયું, વિદેશમંત્રીએ રદ્દ કર્યો ભારત પ્રવાસ, જાણો શું છે વિવાદ 
ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાને અચાનક તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે. વાત જાણે એમ છે કે, અબ્દુલ્લાહિયાન આગામી મહિને 3 અને 4 માર્ચે યોજાનાર રાયસીના ડાયલોગમાં ભાગ લેવા ભારત આવવાના હતા. રાયસીના ડાયલોગ એ વિદેશ મંત્રાલયના સહયોગથી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનનો મુખ્ય વિચારસરણી કાર્યક્રમ છે. અબ્દુલ્લાહિયાનની મુલાકાત રદ કરવા પાછળ એક નાનો વીડિયો હોવાનું સામે આવ્યું છે.

આગામી મહિને અને ફેબ્રુઆરીમાં યોજાનારી G-20 બેઠકમાં 20થી વધુ વિદેશ પ્રધાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. આ બેઠક બાદ તરત જ રાયસીના સંવાદ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક વધુ મંત્રીઓ તેમાં જોડાય તેવી શક્યતા છે. એક મીડિયા અહેવાલ મુજબ માત્ર બે સેકન્ડના વીડિયોમાં ઈરાની મહિલા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની તસવીરના વિરોધમાં તેના વાળ કાપતી જોવા મળી રહી છે.