ગુજરાતમાં દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાંથી એક નૌકામાંથી 700 કિલો જેટલું મેથામ્ફેટામાઇન ડ્રગ ઝડપાયું છે. સાથે આઠ લોકો પકડાયા છે જે ઈરાનના નાગરિક હોવાનું મનાય છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), ભારતીય નૌકાદળ અને ગુજરાતના ઍન્ટિ-ટેરેરિઝમ સ્ક્વૉડ(એટીએસ) એટલે કે ત્રાસવાદ વિરોધી ટુકડીએ એક સંયુક્ત અભિયાનમાં આ ડ્રગ ઝડપી પાડ્યું છે.
નૌકાદળે શુક્રવાર બપોરે ડ્રગ સાથે જે આઠ લોકોને પકડ્યા તેમને અને જેમાં ડ્રગ ભરીને લઈ જવાતું હતું તે નૌકાને શુક્રવારે બપોરે પોરબંદર લઈ જવાયા હતા અને ત્યાંથી અમદાવાદ લઈ જવાયા હતા.
નૌકાદળના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર માહિતી આપતા લખ્યું, "ભારતીય નૌકાદળે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત પોલીસે સાથે સમન્વય સાધી હાથ ધારેલ અભિયાન દરમિયાન એક શંકાસ્પદ નૌકાને આંતરી અને આશરે 700 કિલોગ્રામ જેટલા મેથ (મેથામ્ફેટામાઇન)નો જથ્થો ગુજરાતમાંથી ઝડપી પડ્યો છે."
એનસીબીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું કે, "જે ડ્રગ પકડી પડ્યું છે તે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ કાર્ટેલ એટલે કે ડ્રગના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલ ગેંગનું હતું. "ડ્રગ-મુક્ત ભારતના અમારા વિઝનને અનુરૂપ એનસીબીએ આજે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ કાર્ટેલનો પર્દાફાશ કરી ગુજરાતમાંથી અંદાજે 700 કિલો મેથ ઝડપી પડ્યું છે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઍક્સ ઉપર લખ્યું કે, "એનસીબી, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાત પોલીસીના અધિક પોલીસે નિર્દેશક અને ગુજરાત એટીએસના વડા અમિત વિશ્વકર્માએ જણાવ્યું, "આ એનસીબીનો કેસ છે. તેમણે આ બાબતમાં એક FIR નોંધી છે. અમે આ ઑપેરશનમાં વિવિધ અજેન્સીઓ વચ્ચેના સમન્વયના ભાગ રૂપે લૉજિસ્ટિકલ સપોર્ટ પૂરો પડ્યો હતો."
સમાચાર અજેન્સી ANIએ એક અહેવાલમાં જણાવ્યું કે, "મેથામ્ફેટામાઇન લઈ જતી નૌકામાં સવાર આઠ પુરુષો પાસે તેમની ઓળખને લગતા કોઈ દસ્તાવેજ મળ્યા નથી