Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 15 November 2024

શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ દિસાનાયકેનું ગઠબંધન બહુમતી તરફ અગ્રેસર

શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ દિસાનાયકેનું ગઠબંધન બહુમતી તરફ અગ્રેસર
      વિજયચિહ્ન દર્શાવતા અનુરા કુમારા દિસાનાયકે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના નેતૃત્વવાળી યુતિ નૅશનલ પીપલ્સ પાવર મધ્યવર્તી ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા તરફ અગ્રેસર છે.

આ ગઠબંધનને 97 બેઠક અને 60 ટકા જેટલા મત મળ્યા છે. 225 સંસદસભ્યોવાળા ગૃહમાં બહુમતી મેળવવા માટે 113 બેઠકની જરૂર રહે છે.

કુલ સંખ્યામાંથી 196 સંસદ સીધી ચૂંટણી દ્વારા ચૂંટાઈ આવે છે, જ્યારે બાકીના સંસદસભ્યોની નિમણૂક કરવામાં આવશે. જે પક્ષને જેટલા ટકા મત મળ્યા હોય, તેના આધારે સંસદમાં પ્રતિનિધિત્વ માટે સભ્ય નિમવાની તક મળે છે.

શ્રીલંકા તેની સ્વતંત્રતા પછીના સૌથી મોટા આર્થિકસંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે ત્યાં મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે.

દિસાનાયકેએ ભ્રષ્ટાચાર સામે લડત આપવાના તથા સ્થિરતાને પુનઃસ્થાપિત કરવાના વાયદા સાથે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યા હતા અને સપ્ટેમ્બર મહિનામાં તેમનો વિજય થયો હતો. એ પછી તેમણે મધ્યવર્તી ચૂંટણીની જાહેરાત કરી હતી.

સમાગી જના બલાવેગ્યા તથા પૂર્વ રાષ્ટ્રપતિ રાણીલ વિક્રમાસિંઘે સર્મર્થિત નૅશનલ ડેમૉક્રૅટિક ફ્રન્ટે અપક્ષે કરતાં પણ ખરાબ પ્રદર્શન કર્યું છે. શુક્રવારે વહેલી સવારની સ્થિતિ પ્રમાણે તેમને અનુક્રમે અગિયાર તથા પાંચ ટકા મત મળ્યા છે.

જો દિસાનાયકેને જંગી સુધાર કરવા હશે તો તેમને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે.