સુરેન્દ્રનગર જિલ્લામાં ગેર કાયદેસર કાર્બોસેલ અને ખાસ કરીને ગેરકાયદેસર રેતીના કાળા કારોબાર ચાલી રહ્યા છે. પરંતુ આ કારોબાર અટકાવવા માટે સરકાર દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારી તરીકે નીરવ બારોટની નિમણૂક કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ખનીજ ચોરી ઉપર લગામ લગાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો હતો.
જયારે બીજી બાજુ ભાજપ શાસિત સરકારના ભાજપના જ નેતાઓએ નીરવ બારોટની બદલી કરવા માટે સરકારમાં રજૂઆતો કરી હતી. ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા હતા ભલે ભાજપના નેતાઓની ખાણો છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ તેની ઉપર પણ કાર્યવાહી કરતા હતા.
ત્યારે આજે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટે રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સરકાર દ્વારા મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે. નીરવ બારોટ અંગત કારણોસર રાજીનામું આપી દીધું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે પરંતુ આવા બાહોશ અધિકારીએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેર કાયદેસર કાર્બોસેલની સૌથી વધુ ખાણો બુરી નાખવામાં આવી હતી અને ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીના સૌથી વધુ કેસ અત્યાર સુધી દ્વારા દાખલ કરવામાં આવ્યા છે.
ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટે રાજીનામું આપતા ખનીજ માફિયાઓમાં ગેલમાં આવી ગયા છે.