Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 29 December 2024

ભાવનગરમાં ગાય મેડિકલ વેસ્ટ વચ્ચે ભોજન શોધવા મજબૂરઃ બાયોવેસ્ટનો નિકાલ કેવી રીતે થાય

ભાવનગરમાં ગાય મેડિકલ વેસ્ટ વચ્ચે ભોજન શોધવા મજબૂરઃ બાયોવેસ્ટનો નિકાલ કેવી રીતે થાય
મેડિકલ સ્ટોર્સ અને હોસ્પિટલ્સ બેફામ પણે ફેંકી દે છે આ કચરો જેનાથી થઈ શકે છે મોટું નુકસાન...

બાયોવેસ્ટના કચરાના નિકાલની વાત એટલા માટે કરવી છે કે ભાવનગર શહેરમાં એક કોમ્પ્લેક્સમાં જ્યાં માત્ર મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ્સ આવેલા છે, તેના ગ્રાઉન્ડ ફ્લોરમાં સામાન્ય કચરા ભેગો ટેબલેટના ખાલી પેકેટ અને અનેક ઝબલાઓમાં ટેબલેટના પેકેટ જોવા મળી રહ્યા હતા અને તેથી વધુ પશુઓ તે કચરાના ઢગલામાં ભોજન શોધે છે જેની અસર પણ એક જીવના સ્વાસ્થ્ય પર પડે છે. ગાયને જ્યાં માતા માનવામાં આવે છે, રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો માગવામાં આવે છે પણ જ્યારે તેની દયનીય સ્થિતિ જોવા મળે છે ત્યારે સહુના મન દુભાય છે. ત્યારે શું બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ આ રીતે થઈ શકે ? ત્યારે તંત્ર એ શું કહ્યું અને શું પગલાં ભરાશે કે કેમ?

બાયોવેસ્ટના નિયમ અનુસાર નિકાલ કરવાનો હોય છે, ત્યારે ભાવનગરમાં સર ટી હોસ્પિટલ સામે આવેલા આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં સામાન્ય કચરાની ભેગો બાયોવેસ્ટનો ભાગ કહેવાતી ટેબ્લેટના ખાલી પેકેટ અને ઝબલાઓનો કચરો પણ જોવા મળ્યો હતો. જોકે ગાય અને શ્વાન તેમાં ભોજન શોધતા નજરે પડ્યા હતા

ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલની સામે આવેલા આયુષ પ્લાઝામાં 23 ડિસેમ્બરની રાત્રે ગ્રાઉન્ડ ફ્લોરમાં સામાન્ય કચરાની ભેગો બાયોવેસ્ટના કહેવાતા ટેબ્લેટના ખાલી પેકેટ અને અન્ય ઝબલાઓ જેવો કચરો કોઈએ નાખ્યો હતો. જોકે આયુષ પ્લાઝામાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર આવેલા છે. સામાન્ય કચરો હોય ત્યારે ગાય અને શ્વાન તેમાં ભોજન શોધતા હોય તેવા મોડી રાતના વીડિયો અને ફોટોઝ સામે આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ફોટોઝ અને વીડિયોમાં દવાની ટીકડીઓના ખાલી પેકેટ જોવા મળતા હતા ત્યારે અનેક ઝબલાઓ બાંધેલા હતા. આ સામાન્ય કચરા ભેગો બાયોવેસ્ટનો કચરો કેટલો અને કોણે નાખ્યો તે તપાસનો વિષય છે.

GPCB એ શું કહ્યું આ મામલે

આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બાયોવેસ્ટ મામલે ઇટીવી ભારતે જીપીસીબીના અધિકારી અલ્કેશ રાઠોડ સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, નાનકડો એવો મામલો હોય તો અમે એને પ્રથમ નોટિસ આપીએ છીએ અને ત્યારબાદ ન સમજે તો ક્લોઝર નોટિસ આપીએ છીએ. આમ છતાં પણ ન ફેરફાર આવે તો રોજના 5,000 નો દંડ વસૂલવામાં આવતો હોય છે. જોકે આ કોમ્પ્લેક્સને લઈને કોઈ અમારી પાસે ફરિયાદ આવી નથી. જો કોમ્પ્લેક્ષમાં મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ્સ હોય તો પહેલા આઇડેન્ટિફાઈ કરવું પડે બાદમાં પગલાં લઈ શકાય છે. સામાન્ય રીતે વર્ષમાં ચારથી પાંચ બાયોવેસ્ટને લઈને ફરિયાદો આવતી હોય છે.