ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક દલિત સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 4 યુવકોએ 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને 2 મહિના સાથે તેની ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે છોકરીના હાથ પર દોરવામાં આવેલાં ॐ ચિહ્નને દૂર કરવા માટે તેની ઉપર એસિડ નાંખી દીધું હતું. પીડિતા જ્યારે કંઈ ખાવા માંગતી તો આરોપીઓ તેને જબરદસ્તી બીફ ખવડાવતા હતાં.
એક આરોપીની ધરપકડ, ત્રણ ફરાર
મળતી માહિતી મુજબ, આશરે 2 મહિના સુધી સગીરા સાથે આ પ્રકારે ક્રૂરતા કરવામાં આવી હતી. ભગતપુર પોલીસ સ્ટેશનમાં પીડિતાની કાકીએ આ મામલે ફરિયાદ દાખલ કરી છે. બાદમાં પોલીસે ચાર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 70(1), 123, 127(4), 299, 351(3), 124(1), તેમજ પોક્સોની ધારા 5, 6 અને એસસી/એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી પકડી લીધો છે. હાલ, પોલીસ આ મામલે અન્ય આરોપીની પણ તપાસ કરી રહી છે.