Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 2 March 2025

'આપણી પાસે અમેરિકાથી વધુ સેના...', યુક્રેનના સમર્થનમાં આવ્યું પોલેન્ડ, આપી દીધી ચેતવણી

'આપણી પાસે અમેરિકાથી વધુ સેના...', યુક્રેનના સમર્થનમાં આવ્યું પોલેન્ડ, આપી દીધી ચેતવણી
બ્રિટનની રાજધાની લંડનના યૂરોપિયન નેતાઓનું શિખર સંમેલન શરૂ થઈ ગયું છે. આ શિખર સંમેલનનો ઉદ્દેશ્ય યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઓવલ ઑફિસમાં થયેલી ઉગ્ર ચર્ચાના કારણે પેદા થયેલી પરિસ્થિતિનું સમાધાન શોધવાનો છે. આ સંમેલનમાં સામેલ થતા પહેલાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે, યુરોપે માનવું જોઈએ કે તે એક મોટી સૈન્ય શક્તિ બની શકે છે.
'યુરોપમાં 2.6 મિલિયન પ્રોફેશનલ આર્મી'
ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે, 'યુરોપમાં 2.6 મિલિયન પ્રોફેશનલ આર્મી છે, જે અમેરિકા, ચીન અને રશિયાથી વધુ છે. ફાઈટર પ્લેન અને તોપો પણ યુરોપ પાસે ખુબ છે. આજે યુરોપમાં સાહસની અછત નજરે પડી રહી છે. યુરોપને પોતાની તાકાત સમજવી પડશે.'

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે, 'આપણી પાસે યુક્રેનમાં ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતિ નક્કીક રવા માટે એક સાથે આવવાનો અવસર છે, જે તેમની સંપ્રભુતા અને સુરક્ષા નક્કી કરશે. હવે સમય આવી ગયો છે કે, આપણે યુક્રેન માટે સર્વોત્તમ પરિણામની ગેરેન્ટી આપવા, યુરોપિય સુરક્ષાની રક્ષા કરવા અને આપણા સામૂહિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એકજૂટ થઈએ.'

યુક્રેનના રાષ્ટ્રપતિનું બ્રિટનમાં શાહી સ્વાગત થયું

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કી શનિવારે (1 ફેબ્રુઆરી, 2025) જ્યારે બ્રિટનના વડાપ્રધાનના કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા તો ત્યાં બહાર એકઠા થયેલા લોકો તેમના સમર્થનમાં નારા લગાવતા રહ્યા હતા. સ્ટાર્મરે યુક્રેની રાષ્ટ્રપતિને ગળે લગાવ્યા અને તેમને અંદર લઈ ગયા. બંને નેતાઓની મુલાકાત લંડનમાં યુરોપિયન નેતાઓની બેઠકની પૂર્વ સંધ્યાએ થઈ.

આ બેઠકમાં આ વાત પર ચર્ચા કરવામાં આવશે કે જો અમેરિકા યુક્રેન પાસેથી સમર્થન પરત લે છે તો યુરોપીય દેશ યુક્રેન અને ખુદની રક્ષા કેવી રીતે કરી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિનું બ્રિટનમાં શાહી સ્વાગત કરાયું, જ્યાં તેમણે સેન્ડરિંગહામમાં મહારાજા ચાર્લ્સ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેઓ મહત્ત્વપૂર્ણ વાતચીત માટે યુરોપિય નેતાઓને મળ્યા.