Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 24 April 2025

ફ્લાઈટનું રિટર્ન ભાડું 25 હજાર સુધી પહોંચી ગયું:હુમલાના બીજા દિવસે શ્રીનગર-જમ્મુની 50% ફ્લાઈટો ખાલી ગઈ, ગુજરાતમાંથી કાશ્મીરની જુલાઈ સુધીની 90% ટૂર કેન્સલ

ફ્લાઈટનું રિટર્ન ભાડું 25 હજાર સુધી પહોંચી ગયું:હુમલાના બીજા દિવસે શ્રીનગર-જમ્મુની 50% ફ્લાઈટો ખાલી ગઈ, ગુજરાતમાંથી કાશ્મીરની જુલાઈ સુધીની 90% ટૂર કેન્સલ
ટૂર ઓપરેટરોની બેઠક મળી, અમદાવાદ સહિત રાજ્યના 8 હજાર લોકો ફસાયા, પરત લાવવા વધારાની ફ્લાઈટો શરૂ કરાઈરાજ્યમાંથી કાશ્મીર જવા માટે 10થી 12 હજાર ટિકિટ બુક થઈ હતી, ફ્લાઈટનું રિટર્ન ભાડું 25 હજાર સુધી પહોંચી ગયું

જમ્મુ-કાશ્મીરમાં આવેલા પહેલગામમાં પર્યટકો પર થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં ગુજરાતના 3 સહિત 28 પર્યટકો માર્યા ગયા છે. ત્યારે શ્રીનગર, જમ્મુ, સોનમર્ગ, ગુલમર્ગમાં ફસાયેલા હજુ ગુજરાતના 8 હજાર જેટલા પર્યટકોને સલામત રીતે વિમાન, ટ્રેન કે ખાનગી વાહનો મારફતે પરત થઇ રહ્યા છે, જમ્મુ, શ્રીનગરથી આવતી ડાયરેક્ટ ફલાઇટો ધડાધડ ફૂલ થઇ રહી છે અને કનેક્ટિંગ ફલાઈટોના વન-વે ભાડા 15 થી 25 હજારે આસમાને પહોંચ્યા છે. આતંકી હુમલાને પગલે કાશ્મીરના બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ થવા લાગ્યા છે. હાલ 90 ટકા લોકોએ પોતાની ટૂર કેન્સલ કરી છે. અમદાવાદ સહિત રાજ્યમાંથી કાશ્મીર જવા માટે 10થી 12 હજાર ટિકિટ બુક થઈ છે.

બધુવારે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં ટ્રાવેલ ફેડરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા (TAFI) ના ચેરમેન રોનક શાહે જણાવ્યુ કે અમદાવાદ સહિત રાજ્યમાંથી ટ્રેન, ફલાઇટ, રોડ માર્ગે કાશ્મીરનો 6 રાત્રિ સાત દિવસ પેકેજ 90 ટકા લોકોએ રદ કરી દીધા છે. સુરક્ષા-સલામતીની ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી 1 લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય.

અમદાવાદથી 50 ટકા ફલાઇટો ખાલી

બુધવારે અમદાવાદથી ઇન્ડિગોની જમ્મુ-શ્રીનગરની 50 ટકા ફલાઈટો ખાલી ગઇ હતી. ફસાયેલા 8 હજાર ટૂરિસ્ટોને પરત લાવવા એરલાઇનોએ મુંબઇ, દિલ્હીથી વધારાની ફલાઇટો શરૂ કરી છે. જો કે, ત્યાંથી રિટર્ન આવવાનું ભાડું 25 હજાર સુધી પહોંચી ગયું છે.

કાશ્મીરની ટૂર રદ કરનારા પ્રવાસીઓને દાર્જીલિંગ, હિમાચલ, ઉત્તરાખંડનો વિકલ્પ અપાયો

કાશ્મીરની ટૂર રદ કરી ટૂર ઓપરેટરો હાલમાં દાર્જીલિંગ, ગેંગટોક, હિમાચલ, મેઘાલય, ઉત્તરાખંડનો વિકલ્પ આપી રહ્યા છે, જેમને ટૂર પર નથી જવું તેમને ક્રેડિટ નોટ અથવા અમુક ટકા રિફંડ પરત કરીશું, કેમ કે ફલાઇટ, હોટલનું ફૂલ રિફંડ ટૂર ઓપરેટરોને ન મળે તો ટુરિસ્ટોને કેવી રીતે ચૂકવાશે? - મુંજાલ ફીટર, પ્રમુખ, ટૂર ઓપરેટર એન્ડ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાત

આતંકી ઘટના બાદ હોટેલમાં ફસાયેલા પ્રવાસીઓ માટે ટૂર ઓપરેટરોએ જમવાની વ્યવસ્થા કરી હતી.

ફ્લાઈટની 12 હજાર ટિકિટો બુક થઈ, જુલાઈ સુધીનું રિફંડ આપવા માગ

ચેરમેને વધુમાં જણાવ્યું કે જુલાઇ સુધી જમ્મુ-શ્રીનગર ફલાઇટોની 12 હજાર ટિકિટો બુક થઇ છે એરલાઇને 30 એપ્રિલ સુધી રિફંડ જાહેર કર્યુ છે જે આગામી જુલાઈ સુધીનું રિફંડ પાછું આપવાની માંગ કરી છે, જેથી આર્થિક ફટકો પડે નહીં.

હોટેલોના બુકિંગના રિફંડ અંગે ટૂર ઓપરેટરોએ ચિંતા વ્યક્ત કરી

કાશ્મીરમાં બુક થયેલી એડવાન્સ હોટેલોનું રિફંડને લઇ ઓપરેટરોએ ચિંતા વ્યક્ત કરી છે. જેમાં કેટલીક હોટેલો સંમતિ દર્શાવી છે પરંતુ મોટાભાગની સ્થાનિક હોટેલો સાથે અમુક ટકા કમિશન કાપી બાકીના પૈસા પરત કરવા મામલે વાટાઘાટો ચાલી રહી છે. 10થી 12 હજાર લોકોએ કાશ્મીરની ટૂર કેન્સલ કરાવી હોવાથી કરોડોનું નુકસાન થવાની શક્યતા છે.