શહેરના જમાલપુર વિસ્તારમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સંચાલિત આવેલી કાચની મસ્જિદ ટ્રસ્ટની જગ્યામાં સ્થાનિક ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા ગેરકાયદેસર દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી. ટ્રસ્ટની જગ્યા સ્કૂલ બોર્ડને ભાડે આપી હતી તે જગ્યામાં ગેરકાયદેસર દુકાનો અને સના 7 નામની ગેરકાયદેસર રહેણાંક સ્કીમ પણ ઊભી કરી દીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતકાળમાં મધ્ય ઝોનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નાસીરખાન સરવૈયાની હોવાનું સામે આવ્યું હતું. તેની સાથેની વ્હોટ્સએપ ચેટ અને કેટલાક ડોક્યુમેન્ટની પણ આપ-લે કરી હોવાનું ધ્યાને આવતા નાસીરખાનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આરોપીને ત્યાં EDએ રેડ કરી હતી મળતી માહિતી મુજબ, શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ ટ્રસ્ટની જગ્યા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કડક કાર્યવાહી બાદ ED દ્વારા પણ રેડ પાડી તપાસ કરવામાં આવી છે. ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા સલીમ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. સલીમે ટ્રસ્ટની જગ્યા જે કોર્પોરેશનના સ્કૂલ બોર્ડને ભાડે આપેલી હતી, તેમાં ગેરકાયદેસર દબાણ અને સના ફ્લેટની રહેણાંક નામની ગેરકાયદેસર સ્કીમ બનાવી દેવામાં આવી હતી. આરોપી સલીમના મોબાઈલની તપાસ કરતા તેમાં ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મધ્ય ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનારા નાસીર ખાન સરવૈયાની સાથે વાતચીતની ચેટ અને કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.
અધિકારીએ હાઈકોર્ટના કેટલાક જજમેન્ટ પણ આરોપીને મોકલ્યાં નાસીર ખાન એસ્ટેટ ઇન્સ્પેક્ટર હોવાથી તેણે સલીમ ખાન પઠાણની સાથે વ્હોટ્સએપમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દેસર બાંધકામો બાબતે વાતચીત કરી હતી. ગુજરાત હાઇકોર્ટના કેટલાક જજમેન્ટ પણ મોકલી આપ્યા હતા. તેમજ બાંધકામને લઈને તેની સાથે વાતચીત કરી હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ અંગેની જાણ કરવામાં આવી હતી. આ મામલે ટાઉન પ્લાનિંગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી. એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા આરોપી સાથે કરાયેલી ચેક અને લઈ કોર્પોરેશનની વિરુદ્ધની તો જાહેર કરી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી આરોપીને મદદગારી કરી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ખાતાકીય તપાસ શરૂ થઈ છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમખાન સહિતના પાંચ લોકોએ વક્ફ બોર્ડની અને બોર્ડે AMCને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા. તેઓ 100 મકાનનું મકાન દીઠ 7થી 8 હજાર ભાડું લેતા હતા.