સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં દર વર્ષની જેમ આજે પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓની ગુરુપૂર્ણિમા વિશે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી અને આજના યુગમાં ગુરુ શિષ્યના સંબંધ વિશે નિબંધ સ્પર્ધા નું આયોજન કર્યું વિદ્યાર્થીઓએ ઉત્સાહવેર ગુરુપૂર્ણિમા ની આ પ્રવૃત્તિમાં ભાગ લીધો.અને ગુરુ વંદના કરી ત્યાર બાદ આચાર્યશ્રી વંદના બહેન ગોસ્વામી એ ગુરુ શિષ્યના સંબંધો વિશે વાત કરી અને એમણે કહ્યું કે દરેક વ્યક્તિના જીવનમાં બે ગુરુ હોય છે એક એ સદગુરુ અને બીજા જ્ઞાનગુરુ જે જીવનને યોગ્ય માર્ગે લઈ જાય છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી