રાજકોટ: શહેરના સોની બજારમાં શ્રીહરી ઓર્નામેન્ટ પેઢીમાંથી ૧ કરોડ રૂપિયાના સોનાની ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે. બંગાળી કારીગર શફીકુલ શેખ, જેને વેપારી તરુણ પાટડિયાએ ૧૮ કેરેટનું ૧૩૪૯.૩૩૦ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું, તે સોનું લઈને ફરાર થઈ ગયો. આ ઘટના ત્રણ મહિના પહેલાં બની હતી, પરંતુ ફરિયાદ હવે નોંધાતાં વિવાદ ઉભો થયો છે. એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે, પેઢીને આવ્યે લગભગ સાત મહિના થયા છે, અને વેપારીએ પોતાની રીતે તપાસ કર્યા બાદ હવે ફરિયાદ નોંધાવી હોવાનું માનવામાં આવે છે.
રાજકોટમાં ચકચાર: સોની બજારમાં ₹1 કરોડનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર!