ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, “30 વર્ષ સુધી સત્તામાં રહેવા છતાં ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, એને બચાવવા સરકારે ક્યારેય ચિંતન નથી કર્યું. ખેડૂતોને દેવાના દોષમાંથી બહાર કાઢવા માટે ક્યારેય ચિંતન નથી થયું. ફિક્સ પે કોન્ટ્રાક્ટની નીતિ નાબૂદ કરવા ચિંતન નથી થયું. દારૂબંધીના કાયદાનું પાલન કે તેને રોકવા માટે કોઈ ચિંતન નથી થતું. માત્ર રાજકીય એજન્ડા પૂરા કરવાનું ચિંતન થાય છે.”
અમિતભાઈ ચાવડાનુ આ નિવેદન ગુજરાતની વર્તમાન સરકારની પ્રાથમિકતાઓ પર સીધો સવાલ ઉઠાવે છે. એક તરફ ગુજરાત મોડેલની ચમક બતાવવામાં આવે છે, તો બીજી તરફ ખેડૂતોની આત્મહત્યાના આંકડા દર વર્ષે ચિંતા વધારે છે. દેવું, પાણીની તંગી, ખેડૂતોની આવકમાં અસ્થિરતા – આ બધું જાણ્યું હોવા છતાં નીતિગત ચિંતન કેમ નથી થતું?
યુવાનો માટે ફિક્સ પે કોન્ટ્રાક્ટ પ્રથા એક મોટી સમસ્યા બની છે. નોકરી તો મળે છે, પણ સ્થાયીત્વ, પગાર અને સન્માન નથી. દારૂબંધીનો કાયદો કાગળ પર છે, પણ રોજ દારૂની હેરાફેરીના સમાચાર આવે છે. આ બધી સમસ્યાઓ પર સરકાર મૌન કેમ?
અમિત ચાવડાએ સ્પષ્ટ કહ્યું કે સરકાર ફક્ત પોતાના રાજકીય લાભ માટે ચિંતન કરે છે, લોકોની સમસ્યાઓ માટે નહીં. આ નિવેદન ગુજરાતના લોકોને વિચારવા મજબૂર કરે છે કે 30 વર્ષની સત્તામાં શું બદલાયું અને શું હજુ પણ બદલવાનું બાકી છે?