Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 28 November 2025

ભાવનગરમાં ઐતિહાસિક મેગા ડ્રાઈવ: માત્ર ૪૮ કલાકમાં ₹૧૨૦ કરોડની સરકારી જમીન મુક્ત, ૧૦૦થી વધુ મકાનો અને ૪ ધાર્મિક સ્થળોના ગેરકાયદે દબાણો ઝડપથી દૂર!

ભાવનગરમાં ઐતિહાસિક મેગા ડ્રાઈવ: માત્ર ૪૮ કલાકમાં ₹૧૨૦ કરોડની સરકારી જમીન મુક્ત, ૧૦૦થી વધુ મકાનો અને ૪ ધાર્મિક સ્થળોના ગેરકાયદે દબાણો ઝડપથી દૂર!
                 પરતિકાતમક તસવીર 

ભાવનગર: શહેરને અદ્યતન અને આયોજિત બનાવવાના મિશનમાં ભાવનગર મહાનગરપાલિકાએ બે દિવસમાં જ ધમાકેદાર કાર્યવાહી કરી બતાવી. નવાપરા અને ફૂલસર વિસ્તારમાં ચલાવવામાં આવેલા મેગા ડિમોલિશન ડ્રાઈવમાં કુલ ₹૧૨૦ કરોડથી વધુ કિંમતની ૧૯,૫૦૦ ચોરસ મીટરથી વધુ સરકારી જમીન ખાલી કરાવી દેવામાં આવી છે.

 ૨૬ નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસે ૩,૦૦૦થી ૩,૫૦૦ ચો.મી. જમીન પરના ૨૫-૩૦ ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં એક ધાર્મિક સ્થળનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહીથી અંદાજે ₹૬૦ કરોડની જમીન મુક્ત થઈ.

 તેની બીજે જ દિવસે ૨૭ નવેમ્બરે ફૂલસર ટીપી સ્કીમ-૨ (એ)માં વહેલી સવારથી મોટા પોલીસ કાફલા સાથે મેગા ઓપરેશન હાથ ધરાયું. અહીં રિઝર્વેશન પ્લોટ અને ૧૮ મીટરના મુખ્ય માર્ગને ખુલ્લો કરવા ૭૦થી વધુ કાચાં-પાકાં મકાનો તથા ત્રણ ધાર્મિક સ્થળો સહિતના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા. આ કાર્યવાહીથી ૧૬,૫૦૦ ચો.મી.થી વધુ જમીન (અંદાજે ₹૬૦ કરોડ) સરકારના હસ્તક આવી.

 બંને વિસ્તારમાં કુલ ૧૦૦થી વધુ મકાનો અને ૪ ધાર્મિક દબાણો દૂર કરી શહેરના વિકાસ માટે મહત્વની જમીન મુક્ત કરવામાં આવી છે. દબાણકર્તાઓને અગાઉ વારંવાર નોટિસો આપી માલિકીના પુરાવા માંગવામાં આવ્યા હતા, જે રજૂ ન થતાં આ કડક પગલાં લેવામાં આવ્યાં.

 ભાવનગર મહાનગરપાલિકાની આ હિંમતભેર કાર્યવાહીએ શહેરી વિકાસને નવી ગતિ આપી છે અને ગેરકાયદે દબાણો સામે જીરો ટોલરન્સનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. 
✒️સજ્જાદ અલી નાયાણી