દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા એક સામાન્ય બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં માત્ર ૮ મહિનામાં ₹331.36 કરોડ જમા થતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ચોંકી ઊઠી.
આ રકમ ગેરકાયદે ઓનલાઇન સટ્ટાબાજી એપ ‘OneXbet’ના મની લોન્ડરિંગથી જોડાયેલી છે. ડ્રાઇવરે EDને જણાવ્યું કે તેને આ ટ્રાન્ઝૅક્શનની ખબર જ નહોતી; તેનું ખાતું ‘મ્યૂલ એકાઉન્ટ’ તરીકે વાપરવામાં આવ્યું હતું.
તપાસમાં ખુલ્યું કે આ જ પૈસામાંથી ઉદયપુરની પાંચ સ્ટાર હોટલમાં યોજાયેલા એક ગ્રાન્ડ ડેસ્ટિનેશન વેડિંગમાં ₹1 કરોડથી વધુ ખર્ચ કરાયા હતા. આ ભવ્ય લગ્ન ગુજરાતના એક પ્રખ્યાત યુવા રાજકીય નેતા સાથે સીધા જોડાયેલા છે.
EDએ હવે તે નેતાને પૂછપરછ માટે તેડું મોકલવાની તૈયારી કરી છે. ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો દાયરો વિસ્તર્યો છે અને વધુ ઘણા રાજકીય-વેપારી ચહેરાઓના નામ સામે આવે તેવી શક્યતા છે.