સુરત: ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક કલહ સામે આવ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુરત શહેર-જિલ્લા કોંગ્રેસનું નવું જમ્બો સંગઠન માળખું જાહેર કરતાં જ ભડકો થયો. 151 હોદ્દેદારોની જાહેરાત બાદ એકસાથે 6 નેતાઓએ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
રાજીનામા આપનારાઓમાં ઉપપ્રમુખ સુરેશ સુહાગીયા મહામંત્રી દીપક પટેલ (ગોડાદરા) અને મંત્રી
અશ્વિન સાવલિયા સહિત અન્ય ત્રણ નેતાઓનો સમાવેશ થાય છે. તમામે ઈમેલ દ્વારા પ્રદેશ પ્રમુખને રાજીનામા મોકલ્યા છે. સુહાગીયાએ પત્રમાં લખ્યું કે નિમણૂંકોમાં કોઈની સાથે ચર્ચા નહીં કરાઈ, જેના કારણે ભારે નારાજગી છે.
સુરત પાલિકા ચૂંટણી પહેલાં પાર્ટીને મજબૂત કરવાના હેતુથી આ માળખું જાહેર કરાયું હતું, પરંતુ તેનાથી ઉલ્ટું પરિણામ આવ્યું. જૂના કાર્યકર્તાઓમાં અસંતોષ વ્યાપ્યો છે, અને શહેર પ્રમુખ તેમજ પ્રદેશ નેતૃત્વ પર આરોપો લાગી રહ્યા છે.
આ ઘટનાએ કોંગ્રેસની એકતા પર સવાલ ઉભા કર્યા છે. વર્ષોથી ચાલતા આંતરિક વિખવાદથી પાર્ટીને આગામી ચૂંટણીઓમાં મોટો ઝટકો લાગી શકે છે.
સજ્જાદ અલી નાયાણી✍🏼