ભારતની સેનાએ ચીન અને પાકિસ્તાનની સરહદો પર આંખો ખુલ્લી રાખવા અને જરૂર પડે તો ઝડપી પ્રહાર કરવા માટે એક મહાસત્તાધારી યોજના તૈયાર કરી છે. ઇઝરાયલના અત્યાધુનિક હેરોન MK-2 ડ્રોનને હવે ભારતમાં જ બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ડ્રોન ન માત્ર 45 કલાક સુધી આકાશમાં રહીને દુશ્મનની દરેક હિલચાલ પર નજર રાખશે, પણ હવાઈથી હવાઈ મિસાઇલો અને લેસર-ગાઇડેડ બોમ્બથી સીધો હુમલો પણ કરી શકશે.
35 હજાર ફૂટ ઉંચે 45 કલાકની દેખરેખ હેરોન MK-2 એ મધ્યમ ઊંચાઈ-લાંબી દૂરી (MALE) કેટેગરીનું સૌથી શક્તિશાળી ડ્રોન છે. - ઊંચાઈ: 35,000 ફૂટ - સતત ઉડાણ: 45 કલાક - મહત્તમ વજન: 1,430 કિલો (હથિયારો સહિત) - ઝડપ: 150 નોટ (લગભગ 280 કિમી/કલાક) આનો અર્થ એ થયો કે એક વાર ઉડ્યા પછી આ ડ્રોન લગભગ બે દિવસ સુધી લદ્દાખ કે કચ્છની સરહદ પર ચક્કર મારી શકશે અને દુશ્મનના કેમ્પ, મિસાઇલ સ્ટોરેજ કે રડાર સુધીની દરેક હલચલ રિયલ-ટાઇમમાં દિલ્હી સુધી પહોંચાડશે.
‘ઑપરેશન સિંદૂર’ પછી ઝડપી નિર્ણય પાકિસ્તાન સાથેના તાજેતરના તણાવ અને ચીનની LAC પર સતત આંખો ગડાવી રાખવાની નીતિ પછી ભારતે ઇમર્જન્સી ખરીદીના નિયમો હેઠળ હેરોન MK-2નો નવો ઓર્ડર આપ્યો છે. થલ સેના, વાયુ સેના અને નૌ સેના – ત્રણેય અંગો માટે આ ડ્રોન ખરીદવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ નૌસેના માટેની સંખ્યા હજુ ગુપ્ત રાખવામાં આવી છે.
ભારતમાં જ બનશે ‘ભારતીય હેરોન’ સૌથી મોટી ખબર એ છે કે આ વખતે ભારત માત્ર ડ્રોન ખરીદી નહીં રહ્યું, પણ તેનું સ્થાનિક ઉત્પાદન પણ શરૂ કરાવવા જઈ રહ્યું છે. ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને ખાનગી કંપની Elcom સાથે મળીને ભારતમાં જ આ ડ્રોનનું ઉત્પાદન કરશે. ટેક્નોલોજી ટ્રાન્સફરની પૂરી પ્રક્રિયા થશે, જેથી ભવિષ્યમાં ભારત પોતે જ આ ડ્રોનના નવા-નવા વર્ઝન બનાવી શકશે.
પ્રોજેક્ટ ચિતા: જૂના હેરોન પણ બનશે ‘ઘાતક’ હાલમાં ભારત પાસે 90થી વધુ જૂના હેરોન MK-1 ડ્રોન છે.
પ્રોજેક્ટ ચિતા હેઠળ આ તમામ ડ્રોનને નવીનતમ સેટેલાઇટ કમ્યુનિકેશન, લેસર ગાઇડેડ બોમ્બ અને એન્ટી-જામિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.
એટલે કે આવનારા થોડા મહિનાઓમાં ભારત પાસે વિશ્વના સૌથી શક્તિશાળી ડ્રોન આર્મીમાંથી એક હશે.
આ નવું પગલું એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત હવે ફક્ત દેખરેખ જ નહીં, પણ જરૂર પડે તો દુશ્મનના ઘરમાં ઘૂસીને પ્રહાર કરવાની પૂરી તૈયારી કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન માટે આ ખરેખર ઊંઘ ઉડાડી દે તેવા સમાચાર છે!
સજ્જાદ અલી નાયાણી✍️