Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 20 December 2025

"લાખ ડોલર ટેક્સ આપનારને પણ ડિપોર્ટ કરો’: ટ્રમ્પ સમર્થકે ભારતીયો પર ઝેર ઓક્યું, કહ્યું- અમેરિકન કલ્ચર બરબાદ કરી રહ્યા છે ભારતીય"

"લાખ ડોલર ટેક્સ આપનારને પણ ડિપોર્ટ કરો’: ટ્રમ્પ સમર્થકે ભારતીયો પર ઝેર ઓક્યું, કહ્યું- અમેરિકન કલ્ચર બરબાદ કરી રહ્યા છે ભારતીય"
અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સને લઈને વિવાદ વધી રહ્યો છે. રિપબ્લિકન પાર્ટીના સમર્થક અને MAGA ઈન્ફ્લુઅન્સર એન્ડ્રુ બ્રાન્કાએ એક વીડિયોમાં ભારતીયો વિરુદ્ધ તીવ્ર ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ભારતીયો અમેરિકન કલ્ચરને "બરબાદ" કરી રહ્યા છે અને તેમને ડિપોર્ટ કરવા જોઈએ – ભલે તેઓ વાર્ષિક લાખો ડોલરનો ટેક્સ ચૂકવતા હોય. 

બ્રાન્કા, જે પોતાને પ્રો-અમેરિકન ગણાવે છે અને વ્યવસાયે એટર્ની છે, તેમના વીડિયોમાં કહે છે: "જો કોઈ ભારતીય H-1B વિઝા પર કામ કરીને ૧ લાખ ડોલરનો ટેક્સ આપતો હોય તો પણ તેને ડિપોર્ટ કરી દેવો જોઈએ. આ નોકરીઓ અમેરિકનોની છે, અને ભારતીયો તેને 'ચોરી' કરી રહ્યા છે." તેમણે વધુમાં કહ્યું કે, ભારતીયો "થર્ડ વર્લ્ડ કલ્ચર" લાવીને અમેરિકાની "હાઈ ટ્રસ્ટ, વ્હાઈટ કલ્ચર"ને દૂષિત કરી રહ્યા છે. 

આ વીડિયો X (ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં બ્રાન્કાએ દલીલ કરી કે અમેરિકનો પણ આ જ નોકરીઓ કરીને એટલો જ ટેક્સ ચૂકવી શકે છે. તેમના મતે, ભારતીયોનું આર્થિક યોગદાન કોઈ મહત્વનું નથી, કારણ કે તે અમેરિકાના સાંસ્કૃતિક મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. 

આ નિવેદનથી અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ભય ફેલાયો છે. ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકાની ટેક ઈન્ડસ્ટ્રીમાં મોટું યોગદાન આપે છે. H-1B વિઝાના મોટા ભાગના હોલ્ડર્સ ભારતીય છે, જેઓ કરોડો ડોલરનો ટેક્સ ચૂકવે છે અને ઈનોવેશનમાં મદદ કરે છે. તેમ છતાં, ટ્રમ્પના કેટલાક સમર્થકોમાં ભારતીયો પ્રત્યે ઈર્ષ્યા અને વિરોધ જોવા મળે છે. 

ઘણા ભારતીયો વર્ષો સુધી ગ્રીન કાર્ડની રાહ જુએ છે, તેમ છતાં તેઓ અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. બ્રાન્કા જેવા લોકોની આ ટીકા રેસિયલ અને ઝેનોફોબિક માનવામાં આવે છે.

 આ વિવાદ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસી સાથે જોડાયેલો છે, જેમાં H-1B વિઝા પર કડકાઈ વધારવાની વાતો ચાલી રહી છે. આ પ્રકારની ટીકાઓ વચ્ચે પણ ભારતીયો અમેરિકામાં સફળતા મેળવી રહ્યા છે, પરંતુ આવા નિવેદનો તણાવ વધારે છે. 
સજ્જાદ અલી નાયાણી✍🏼