Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 1 December 2025

અમદાવાદ: નશામાં ધુત જમાઈએ સસરાના ઘરે રાઈફલ-રિવોલ્વર થી કર્યુ ૬ રાઉન્ડ ફાયરિંગ સોસાયટી મા દોડધામ!

અમદાવાદ: નશામાં ધુત જમાઈએ સસરાના ઘરે રાઈફલ-રિવોલ્વર થી કર્યુ ૬ રાઉન્ડ ફાયરિંગ સોસાયટી મા દોડધામ!
અમદાવાદ, ૧ ડિસેમ્બર ૨૦૨૫: ઘરેણાં કંકાસનો આવેશ એટલો ચઢ્યો કે જમાઈએ સસરાના ઘરની બહાર જ રાઈફલ અને રિવોલ્વર કાઢીને હવામાં ૬ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. ઘટના સેટેલાઈટની સુભાષ સોસાયટી (વિજય ચાર રસ્તા પાસે)ની છે, જ્યાં રવિવારે મોડી રાત્રે ગોળીઓના અવાજથી આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રાહુલ સોની (ઉં. આશરે ૩૮, રહે. સેટેલાઈટ) ઓટોમોબાઈલની દુકાન ચલાવે છે અને પત્ની સાથે લાંબા સમયથી ઝઘડા ચાલે છે. રવિવારે સસરા મનહરભાઈ સોનીએ સમજાવવા ફોન કર્યો ત્યારે રાહુલનો પારો ગગડી ગયો. નશાની હાલતમાં લાયસન્સવાળી ૧૨ બોર રાઈફલ અને રિવોલ્વર લઈને સીધો સસરાના ઘરે પહોંચી ગયો અને સોસાયટીની બહાર જ હવામાં તાબડતોડ ગોળીઓ છોડી દીધી. 

 ૧૨ બોર રાઈફલમાંથી ૨ રાઉન્ડ - રિવોલ્વરમાંથી ૪ રાઉન્ડ કુલ ૬ રાઉન્ડ ફાયર 

સસરા મનહરભાઈએ તુરત ૧૧૨ પર કોલ કર્યો. સેટેલાઈટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે રાહુલ હજુ પણ નશામાં ધુત હાલતમાં ગાડીમાં બેઠો હતો. પોલીસે તેને કાબૂમાં લઈ લાયસન્સવાળા બન્ને હથિયાર જપ્ત કર્યા. રિવોલ્વરમાંથી હજુ બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. 

આરોપીનો જૂનો રેકોર્ડ પણ ચોંકાવનારો છે. વર્ષ ૨૦૧૮માં આનંદનગર, સરખેજ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં તેની સામે અલગ-અલગ ગુન્હા નોંધાયેલા છે, જેમાં આર્મ્સ એક્ટ હેઠળ બે કેસ પણ સામેલ છે. હાલ આરોપી રાહુલ સોનીની ધરપકડ કરીને આર્મ્સ એક્ટ તેમજ જાહેરમાં ગભરાટ ફેલાવવા જેવા ગંભીર ગુન્હા નોંધવામાં આવ્યા છે. 

પોલીસે જણાવ્યું કે, નશાની હાલતમાં લાયસન્સવાળા હથિયારનો આવો દુરુપયોગ ગંભીર બાબત છે અને હથિયારનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

✒️सज्जाद अली नायाणी