Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 1 December 2025

ગુજરાતમાં ડ્રગ્સ-દારૂનો રાફડો ફાટ્યો: મેવાણીનો ધડાકો – “પટ્ટા ઉતારવાની વાત પર આજે પણ અડગ છું”

ગુજરાતમાં ડ્રગ્સ-દારૂનો રાફડો ફાટ્યો: મેવાણીનો ધડાકો – “પટ્ટા ઉતારવાની વાત પર આજે પણ અડગ છું”
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં એક નવો ધમાકો થયો છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર ખુલ્લા મંચ પરથી હાજેર કરી દીધું છે કે, “જે પોલીસકર્મીઓ દારૂ-ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા છે, તેમના ખભા પરથી પટ્ટા ઉતરશે – આ વાત પર હું આજે પણ અડગ છું.” મેવાણીએ આકરા શબ્દોમાં સરકારને ઘેરી: “આજે ગુજરાતના ૩૩માંથી ૩૩ જિલ્લામાં બંધારણ અને કાયદાના ટુકડા થઈ રહ્યા છે. દારૂના અડ્ડા, જુગારના માળખા અને હવે તો ડ્રગ્સની ફેક્ટરીઓ પણ ખુલ્લેઆમ ચાલે છે.
 ૬૪ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ દરિયાકિનારે પકડાયું, બાકીનું ક્યાં ગયું? આ બધું તંત્રની આંખ આંખ સામે થઈ રહ્યું છે.” તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વિસ્તારોનું પણ નામ લઈને કહ્યું, “તમારા પોતાના વોર્ડમાં દારૂ-ડ્રગ્સ વેચાય છે, તો બાકી ગુજરાતની શું સ્થિતિ હશે?” 

આમ આદમી પાર્ટીનો સાથ આ મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ મેવાણીની પીઠ થાબડી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું, “ભાજપ હંમેશા નાના પોલીસકર્મીઓના પરિવારને આગળ કરે છે. હિંમત હોય તો IPS અધિકારીઓ ને આગળ કરો"

જનતાને અપીલ, હેલ્પલાઇન આવે છે મેવાણીએ મોટી જાહેરાત કરી: “ટૂંક સમયમાં કોંગ્રેસ દ્વારા દારૂ-ડ્રગ્સ-જુગારની ફરિયાદો માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. લોકો પોતાના વિસ્તારના ડ્રગ્સ-દારૂના વીડિયો સોશિયલ મીડિયા પર #StopDrugsGujarat સાથે અપલોડ કરે – અમે તેને વિધાનસભા સુધી પહોંચાડીશું.” 

DGPને સીધું ચેલેન્જ છેલ્લે મેવાણીએ ગુજરાતના પોલીસવડાને ખુલ્લું ચેલેન્જ ફેંક્યું: “એક મહિનામાં દારૂ-ડ્રગ્સના અડ્ડા બંધા બંધ કરાવી બતાવો. નહીં કરી શકો તો ઓછામાં ઓછું પોલીસકર્મીઓને ગ્રેડ-પે આપીને તેમનું માન રાખો.”

 આ નિવેદનો બાદ ગુજરાતનું રાજકીય વાતાવરણ ફરી ગરમાયું છે. દારૂ-ડ્રગ્સનો મુદ્દો હવે ફક્ત કાયદા-વ્યવસ્થાનો નહીં, સીધો ચૂંટણીલક્ષી રાજકીય હથિયાર બની ગયો છે.