Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 6 June 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના;

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના;
- Friday World 6 Jun 2026
ભાવનગર જિલ્લામાં ૮ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોની ઉજવણી

વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના આ ગૌરવશાળી કાર્યકાળની ઉજવણી વિકાસ, જનકલ્યાણના કાર્યક્રમો અને જનભાગીદારી સાથે આગામી ૮ મી જૂનથી ૨૧મી જૂન દરમિયાન યોજાશે

‘પ્રગતિ પથ યાત્રા’, ‘જન કલ્યાણ શિબિર’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ના આયોજન અંગે કેબિનેટ કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક અને પત્રકાર પરિષદ યોજાઈ

વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને સેવાસેતુની સેવાઓનો નાગરિકોને સ્થળ પર જ લાભ મળશે


દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તા. ૮ જૂનથી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન ભાવનગર જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની સમીક્ષા માટે ભાવનગર ખાતે કેબિનેટ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને બેઠક અને પત્રકાર પરિષદ યોજાઇ હતી.   

ભાવનગર જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોના સફળ અને સુચારુ આયોજન માટે કેબિનેટ કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી આયોજનને અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન અને જવાબદારીપૂર્વક કામગીરી કરીને કાર્યક્રમોને લોકભાગીદારીથી સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.

આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં ત્રણ મુખ્ય કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા સરકારશ્રીના વિકાસકાર્યો અને સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવામાં આવશે. ‘જન કલ્યાણ શિબિર’ મારફતે છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં આવશે, જ્યારે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન (પ્રબુદ્ધ સંમેલન)’ દ્વારા સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અંગે સંવાદ અને વિચારવિમર્શ યોજાશે.

આ કાર્યક્રમોના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા ઝુંબેશ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતી વિશેષ પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત, ‘જન કલ્યાણ શિબિર’માં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ મળવાપાત્ર સરકારી સેવાઓ, પ્રમાણપત્રો અને દાખલાઓનો લાભ પણ સ્થળ પર જ પ્રદાન કરવામાં આવશે.

જનવિશ્વાસથી જનકલ્યાણ સુધીની ૧૨ વર્ષની આ સફળ યાત્રાની ઉજવણીને લોકભાગીદારીનો ઉત્સવ બનાવવા માટે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, વિવિધ ક્ષેત્રોના અગ્રણી નાગરિકો, પૂજ્ય સંતો-મહંતો, સામાજિક આગેવાનો, યુવાનો તથા વિશાળ સંખ્યામાં નાગરિકોને જોડવામાં આવશે.

આ બેઠકમાં મેયર શ્રી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોક ભાઈ લાધવા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રી નીતિશ કુમાર પાંડે, પ્રાદેશિક કમિશનર નગરપાલિકા શ્રી સુનિલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુજાનસિંહ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કિશનભાઈ મહેતા, ડેપ્યુટી મેયરશ્રી અશોક બારૈયા, આગેવાન શ્રી દિગ્વિજય સિંહ ગોહિલ જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાર્યક્રમ માટે બનાવેલ વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Sajjadali Nayani ✍
 Friday World 6 Jun 2026